ગુજરાત/ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત, 677 બિન હથિયારધારી ASI ને મળશે એડહોક પ્રમોશન

રાજ્યના ૬૭૭ બિન હથિયારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે. બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
બિન હથિયારધારી

ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મામલે સજાગ એવા રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરી છે. તેમને રાજ્યના 677 બિન હથિયારધારી ASI ને એડહોક પ્રમોશન આપ્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ મજબુત અને સુચારુ બનાવવા માટે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત રાજ્યના ૬૭૭ બિન હથિયારધારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે. બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, બિન હથિયારી ASI ને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી ASI ને ૧૧ મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે.

ઉલ્લેખનીય છે કે હાલ માં જ ગૃહ રાજ્યમંત્રી દ્વારા રાજ્યમાં કેટલાક નવા પોલીસ મથક બનાવવા અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતના પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશનની કામગીરીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના 5 જિલ્લામાં PI, PSI કક્ષાના નવા 19 પોલીસ સ્ટેશનો અને 8 નવી આઉટપોસ્ટની જાહેરાત કરવામાં આવી છે.