Not Set/ ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

દિલ્હી પોલીસ દ્વારા આયોજિત હાઉ ટુ સ્ટાર્ટ બિઝનેસ વર્કશોપ સેમિનારમાં રાકેશ અસ્થાનાએ સુરતના પ્રચલિત નારાયણ સાંઇ કેસ સાથે સંકળાયેલી એક પ્રેરણાદાયી સ્ટોરી વિશે વાત કરી હતી.

Top Stories India
રાકેશ અસ્થાના

દિલ્હીના પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસના રચનાત્મક વલણથી યુવતીઓ સહિત ઘણા વંચિત યુવાનોને ગુનાની પકડમાંથી છોડાવી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા આયોજિત હાઉ ટુ સ્ટાર્ટ બિઝનેસ વર્કશોપ સેમિનારમાં રાકેશ અસ્થાના એ સુરતના પ્રચલિત નારાયણ સાંઇ કેસ સાથે સંકળાયેલી એક પ્રેરણાદાયી સ્ટોરી વિશે વાત કરી હતી.

  • સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધોની કહાની
  • દિલ્હી પોલીસ કમિશનર અસ્થાનાની જુબાની
  • સામૂહિક પોલિસિંગની સમાજ પર સકારાત્મક અસર
  • ગુનાહિત દુનિયાથી IFS સુધીની કહાની

પોલીસ અને જનતા વચ્ચે સારા સંબંધો માટે સામૂહિક પોલિસિંગ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા છે કે પોલીસની ના દોસ્તી સારી કે  ના દુશ્મની, પરંતુ હકીકત ગણી વખતે કંઇક અલગ જ હોય છે. પોલીસની સહાનુભૂતિ ઘણીવાર વ્યક્તિને એવા મૂકામ સુધી પહોંચાડવામાં પ્રેરણાદાયી હોય છે જ્યાં સમાજના જુજ લોકો જ પહોંચી શકે છે. વાત થઇ રહી છે રાકેશ અસ્થાના જેમણે દિલ્હીમાં આયોજિત એક સમારોહ દરમિયાન નારાયણ સાંઇ કેસનો એક એવો કિસ્સો જણાવ્યો જે સમાજમાં પોલીસની મહત્વતા અને પ્રતિબદ્ધતા સાબિત કરે છે.

રાકેશ અસ્થાના

  • સમાજના લઘુત્તમ સ્તરથી IFS સુધીની સફર
  • નારાયણ સાંઇ કેસમાં સંડોવાયેલી એક યુવતીની કહાની
  • સરાહનીય સુરત પોલીસ, UPSC પાસ કરવા આપી પ્રેરણા

અંગ્રેજોએ જે ભારતીય પોલીસનો કાયદો ઘડ્યો હતો તેમાં સામુદાયિક પોલિસિંગનો ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જોકે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપને પગલે સામુદાયિક પોલિસિંગનો પણ સમાવેશ હવે કરવામાં આવ્યો છે. રાકેશ અસ્થાનાએ જે કિસ્સો સંભળાવ્યો તેમાં યુવતીને પૂછપરછ માટે લાવવામાં આવી અને ત્યાંથી જ શરુ થઇ IFS બનવા સુધીની સફર. આ મંજિલમાં 2008 બેચના IPS અને સુરત શહેરમાં ફરજ બજાવતી એક મહિલા ડીસીપીની ખાસ ભૂમિકા રહી. રાકેશ અસ્થાના

આ કિસ્સા પરથી પ્રેરણા મળે છે કે સમાજમાં પોલીસની પ્રતિબદ્ધતા અને કર્તવ્યનિષ્ઠા ક્યારેક ગુનેગારને એક ખાસ વ્યક્તિ બનાવી શકે છે. ભારતીય દંડસંહિતા અને ન્યાયિક પ્રણાલીમાં એવા ઘણાં રસ્તા છે જે ગુનેગારને સમાજમાં એક ઘણીવાર અલગ સ્થાન અપાવી જાય છે.

વડોદરા / ભાજપના યુવા નેતા સહિત 11 જુગારીઓ ઝડપાયા

આતંકવાદી ગતિવિધિઓ / તાલિબાની ખતરાથી કેવી રીતે છુટકારો મેળવીશું, સીડીએસ બિપિન રાવતે કહ્યું, – પ્લાન તૈયાર છે