Not Set/ #Covid19/ અમેરિકામાં મોતનાં આંકડામાં થઇ રહ્યો છે સતત વધારો, છેલ્લા 24 કલાકમાં આ આંકડો પહોંચ્યો…

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1,813 લોકોનાં મોત સાથે, અમેરિકામાં કોરોના વાયરસનું તાડંવ આજે પણ ચાલુ છે. જેના કારણે દેશમાં કોવિડ-19 માં મૃત્યુઆંક 84,059 પર પહોંચી ગયો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, યુ.એસ. માં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 14,14,779 છે જ્યારે, 84,૦59 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, […]

World

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1,813 લોકોનાં મોત સાથે, અમેરિકામાં કોરોના વાયરસનું તાડંવ આજે પણ ચાલુ છે. જેના કારણે દેશમાં કોવિડ-19 માં મૃત્યુઆંક 84,059 પર પહોંચી ગયો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, યુ.એસ. માં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 14,14,779 છે જ્યારે, 84,૦59 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, બીજી તરફ ચીનમાં હવે આજ સુધીમાં 82,926 લોકોને ચેપ લાગ્યો છે જ્યારે 4,633 લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોના જેવી મહામારીનાં સમયે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને બચાવવાને બદલે વહેલા લોકડાઉનને ખોલવા માંગે છે, જ્યારે નિષ્ણાતો કહે છે કે જો યુ.એસ. લોકડાઉન ખોલે છે તો તે ખતરનાક બની શકે છે. આપને જણાવી દઈએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ તે દેશોને ચેતવણી આપી છે કે જે લોકડાઉનને દૂર કરવા તૈયાર છે. WHO એ કહ્યું છે કે વધુ ‘તકેદારી‘ લેવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે ભારત સિવાય બ્રિટન અને અમેરિકા લોકડાઉન હટાવવાની તૈયારી કરી રહ્યા છે. નિષ્ણાતો ચિંતિત છે કે આ રોગચાળામાં ચેપનો બીજો રાઉન્ડ હજી બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.