20 લાખ કરોડનાં રાહત પેકેજનાં બીજા તબક્કામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ ખેડૂતોને સારા સમાચાર આપી શકે છે. સુત્રો કહે છે કે, પ્રથમ દિવસે એમએસએમઇને રાહત આપ્યા બાદ આજે કૃષિ ક્ષેત્ર માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. જેમાં લોન માફી, કિસાન સન્માન નિધિ અને કૃષિ સંબંધિત કારખાનાઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી શકાય છે. વળી સપ્લાય ચેઇનને સુધારવા માટે નક્કર પગલા લઈ શકાય છે. ગઈકાલની જેમ આજે પણ નાણામંત્રી નિર્મલા સીતારામન સાંજે 4 વાગ્યે આ અંગે માહિતી આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રનાં નામે 20 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. બુધવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રાહત પેકેજનાં પ્રથમ તબક્કાની જાહેરાત કરતા કહ્યું હતું કે, એમએસએમઇ દેશની કરોડરજ્જુ છે. આ ક્ષેત્રમાં 12 કરોડ લોકોને રોજગારી મળે છે. આ ક્ષેત્રને રાહત પેકેજમાંથી 3 લાખ કરોડની લોન આપવામાં આવશે, તેની સમયમર્યાદા ચાર વર્ષ રહેશે અને મૂળધન 12 મહિના સુધી ચૂકવવાનું રહેશે નહીં. એમએસએમઈ માટે 20 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આનાથી બે લાખથી વધુ તણાવ સાથે એમએસએમઇને ફાયદો થશે.
નાણાં પ્રધાને વધુમાં કહ્યું કે અમે પાંચ મહત્વની બાબતો પર કામ કરીશું – અર્થતંત્ર, માળખાગત સુવિધા, માંગ, લોકશાહી અને ટ્રિપલ એલ એટલે કે (લેન્ડ, લેબર અને લિક્વિડિટી) આધારિત હશે. નાણાં પ્રધાને કહ્યું, સ્થાનિક બ્રાન્ડને પ્રોત્સાહિત કરીને વૈશ્વિક બનાવવા પર ભાર મૂકવામાં આવશે. લોકડાઉન દરમિયાન ડીબીટી તરફથી પૈસા લોકોનાં ખાતામાં મોકલવામાં આવતા હતા. મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
