Not Set/ નેટફ્લિક્સ પર રિલીઝ થશે જ્હાનવી કપૂરની આ ફિલ્મ, તરણ આદર્શે ટ્વીટ કરી આપી

કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે થિયેટરો બંધ છે. ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. આ સમયે નિર્માતાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાની દિશામાં છે. અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો-સીતાબો’, વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ હવે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. હવે જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના – ધ […]

Uncategorized
cd7c71af1285d6e8f24bf804efab3c83 નેટફ્લિક્સ પર રિલીઝ થશે જ્હાનવી કપૂરની આ ફિલ્મ, તરણ આદર્શે ટ્વીટ કરી આપી

કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે થિયેટરો બંધ છે. ફિલ્મો રિલીઝ થઈ રહી નથી. આ સમયે નિર્માતાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવાની દિશામાં છે. અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની ‘ગુલાબો-સીતાબો’, વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ હવે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. હવે જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના – ધ કારગિલ ગર્લ’ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ‘ગુંજન સક્સેના’ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

GUNJAN SAXENA- India TV Hindi

તરણ આદર્શે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ગુંજન સક્સેનાનું નવું પોસ્ટર શેર કરતાં તરણ આદર્શે લખ્યું છે – આ ઓફિસયલ થઇ ગયું છે.જ્હાનવી કપૂર અભિનીત અને શરણ શર્મા દિગ્દર્શિત – કારગિલ ગર્લ, ટૂંક સમયમાં પ્રીમિયર નેટફ્લિક્સ પર હશે.

ગંજન સક્સેનામાં જ્હાનવી કપૂર સાથે પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે.આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ્હાનવી કપૂરના ઘરેલુ સહાયકને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જે બાદ તેણે બીએમસીને આ વિશે જણાવીને પોતાને હોમ ક્વારેનટાઇન કરી દીધા છે. જ્હાનવી તેના પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે લોકડાઉનમાં સમય પસાર કરી રહી છે.

જ્હાનવી ગુંજન સક્સેના અને રુહી અફઝાના ઉપરાંત કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર સાથે જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.