Not Set/ નોટબંધીની જેમ GST પણ તૈયારી વગર લાગુ કરાઈ રહ્યું છે: રાહુલ

જીએસટી આજે રાત્રે અડધી રાત્રે લોન્ચ કરવામાં આવશે. તેથી સંસદ ભવનમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ વચ્ચે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટીમાં બહુ જ સંભાવનાઓ છે, પંરતુ પોતાના પ્રચાર કરવા માટે તેને અધૂરા સ્વરૂપમાં અને જલ્દીમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધીની જેમ જ જીએસટીને એક અક્ષમ અને […]

Uncategorized

જીએસટી આજે રાત્રે અડધી રાત્રે લોન્ચ કરવામાં આવશે. તેથી સંસદ ભવનમાં વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ વચ્ચે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટીમાં બહુ જ સંભાવનાઓ છે, પંરતુ પોતાના પ્રચાર કરવા માટે તેને અધૂરા સ્વરૂપમાં અને જલ્દીમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધીની જેમ જ જીએસટીને એક અક્ષમ અને અસંવેદનશીલ સરકાર દ્વાર સંસ્થાગત તૈયારી વગર લાગુ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં આવા જીએસટી લાવવાની જરૂર છે, જે કરોડો નાગરિકો, નાના વેપારીઓ અને કારોબારીઓને મોટી ચિંતામાં ન નાખે.કેન્દ્રીય મંત્રી વૈકેય નાયડુએ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને આ ઐતિહિસિક ક્ષણ સાથે જોડાયેલ કાર્યક્રમમાં સામેલ થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગરિમામય કાર્યક્રમની આભાને કેટલાક કારણોથી બગાડવું ન જોઈએ. વૈકેયા નાયડુએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ આ વાતનો ક્યારેય સ્વીકાર નહિ કરી શકે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા છે અને તેથી સાંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજિત કાર્યક્રમનો વિરોધ કરી રહી છે. તેમણે કોંગ્રેસને સમારોહનો બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનવિર્ચાર કરવાનો અનુરોધ કર્યો હતો.