Not Set/ નોટબંધીને લીધે સર્જાયેલી અસુવિધા વચ્ચે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ માટે રાહતના સમાચાર: કલેક્ટર દ્વારા થયો આ નવીન સેવાનો પ્રારંભ…

દેશ માંથી રૂપિયા 500 અને 1000ની નોટો ચલણ માંથી બંધ કરવામાં આવ્યા બાદ બેંકોમાં જુનુ ચલણ બદલવા માટે ભારે હાડમારી સર્જાઈ રહી છે. તથા બૅંક અને ATMની બહાર લાંબી કતારો લાગવાને લીધે લોકોને નાણા ભરવા તથા ઉપાડવા બદલ અસુવિધા સર્જાઈ રહી છે, અને આ વચ્ચે ઘણી બૅંકો અને ATMમાથી રૂપિયા પતી ગયાના અહેવાલો સામે આવ્યા […]

Uncategorized

દેશ માંથી રૂપિયા 500 અને 1000ની નોટો ચલણ માંથી બંધ કરવામાં આવ્યા બાદ બેંકોમાં જુનુ ચલણ બદલવા માટે ભારે હાડમારી સર્જાઈ રહી છે. તથા બૅંક અને ATMની બહાર લાંબી કતારો લાગવાને લીધે લોકોને નાણા ભરવા તથા ઉપાડવા બદલ અસુવિધા સર્જાઈ રહી છે, અને આ વચ્ચે ઘણી બૅંકો અને ATMમાથી રૂપિયા પતી ગયાના અહેવાલો સામે આવ્યા છે.

  picture3

આ માહોલની વચ્ચે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. લોકોની આ દુવિધા ને સુવિધામાં તબદીલ કરવા માટે ભરૂચ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા દ્વારા મોબાઈલ ATM વાન એટલે કે છોટા ATM સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.જે વાનનું વિધિવત પ્રસ્થાન જિલ્લા કલેકટર સંદિપ સાંગલે દ્વારા કરાવવામાં આવ્યુ હતુ.આ ATM વાન ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી ગ્રાહકોને સુવિધા આપશે અને ATM કાર્ડ થી ગ્રાહકો રૂપિયા 2000 સુધીની રોકડ મેળવી શકશે.આ પ્રસંગે બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

picture1

picture2

picture4