Not Set/ નોટબંધી વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીમા વિજેતા ઉમેદાવારોએ ભાજપનો ખેસ પહેરીને નોટો ઉડાવી

અમરેલીઃ રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બરાબરની રસાકસી જામી છે. અમરેલી જિલ્લામાં આવેલા સરપંચની ચૂટણીમાં જીત થતા રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. નોટ ઉડાવનાર લોકોએ ભાજપના ખેસ પહેર્યા હતા. એક બાજુ લોકો રૂપિયા ઉપાડવા માટે લાઇનોમાં ઉભા રહીને મુશ્કેલી સહન કરી રહ્યા છે અને બીજી બાજુ રાજકારણીઓને નોટબંધી નથી નડતી તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ગ્રામ […]

Uncategorized

અમરેલીઃ રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બરાબરની રસાકસી જામી છે. અમરેલી જિલ્લામાં આવેલા સરપંચની ચૂટણીમાં જીત થતા રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. નોટ ઉડાવનાર લોકોએ ભાજપના ખેસ પહેર્યા હતા. એક બાજુ લોકો રૂપિયા ઉપાડવા માટે લાઇનોમાં ઉભા રહીને મુશ્કેલી સહન કરી રહ્યા છે અને બીજી બાજુ રાજકારણીઓને નોટબંધી નથી નડતી તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષના ચિન્હ સિવાય

આજે સરપંચોની ચૂંટણીની મતગણત્રી ચાલી રહી છે. મોટા ભાગના સરપંચો ચુંટાઈ પોત પોતાના ગામ વિજય સરઘસ કાઢવા પહોંચી ગયા છે. આજે સાવરકુંડલામાં કૃષી પ્રધાન વિ.વિ.વઘાશિયાએ પોતાની ઓફિસ નજીક ભાજપનુ વિજેતા સરઘસ કાઢયુ હતુ જેમાં ઢોલ નગારા સાથે સાથે ઉત્સાહી કાર્યકરોએ છુટ્ટા પૈસા પણ ઉડાવ્યા હતા.એક બાજુ લોકોને છુટા પૈસા મળતા નથી ત્યારે નેતાજી અને તેના કાર્યકરોએ જીતને પૈસાથી વધાવી લીધા હતા.

અમરેલી જિલ્લામાં કુલ 385 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ ગઈ. જેમાં કુલ અગિયારસોથી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. આજે સરપંચ અને સદસ્યોની ચૂટંણીની મતગણત્રીમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો મતદાનકેન્દ્ર પર ઉમટી પડ્યા હતા..આ ચૂંટણીમાં કોંગ્રેસ કે ભાજપના નીશાન પર ચૂંટણી લડાતી નથી પરંતુ બંને પક્ષના જ ઉમેદવારો ચૂંટણી લડતા હોઈ છે..આજે રિઝલ્ટ આવ્યા બાદ ભાજપનિા કૃષી પ્રધાન વિ.વિ.વઘાશિયાએ દાવો કર્યો હતો કે નોટબંધીનીકોઈ અસર થઈ નથી અને નેવુ ટકા ભાજપના ઉમેદવારો વિજયી  બન્યા છે..આ તબક્કે તેમણે નાનકડુ વિજયી રસઘસ કાઢ્યુ હતુ..જેમાં કાર્યકરોએ નોટ ઉડાડી હતી.

સરપંચની ચૂંટણીને વિધાનસભાની ચૂંટણી પહેલાની નેટપ્રેક્ટીસ તરીકે કૉંગ્રેસ ભાજપ જોઈ રહ્યું છે. હાલ તો ભાજપના નેતાઓ તેમના ઉમેદવારો જીતી ગયાનો દાવો કરે છે. પરંતુ આજ સાંજ સુધીમાં તમામ હકિકત સામે આવી જશે કે ખરેખર કોના પક્ષના વધુ ઉમેદવાર જીત્યા છે.