Not Set/ પનામા કેસમાં શરીફ દોષિત, પાક. સુપ્રીમ કોર્ટે પીએમ પદ પરથી બરખાસ્ત કર્યા.

ઇસ્લામાબાદ : પનામા ગેટ કૌભાંડમાં ફસાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દોષી જાહેર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર મામલે નવાઝ શરીફને દોષી જાહેર થયા બાદ તેમને પીએમ પદથી પણ હટાવવામાં આવ્યાં છે. આપને જણાવી દઈએ કે, નવાઝ શરીફ સામે કાળુંનાણું જમા કરવાનો પણ આરોપ છે. તો પાકિસ્તાનના નાણા પ્રધાન ઈશાક ડારને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે પાકિસ્તાન […]

World

ઇસ્લામાબાદ : પનામા ગેટ કૌભાંડમાં ફસાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દોષી જાહેર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર મામલે નવાઝ શરીફને દોષી જાહેર થયા બાદ તેમને પીએમ પદથી પણ હટાવવામાં આવ્યાં છે. આપને જણાવી દઈએ કે, નવાઝ શરીફ સામે કાળુંનાણું જમા કરવાનો પણ આરોપ છે. તો પાકિસ્તાનના નાણા પ્રધાન ઈશાક ડારને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પનામા કેસનો ચૂકાદો સંયુક્ત તપાસ સમિતિના રીપોર્ટના આધારે આપ્યો છે. નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ વિદેશમાં સંપત્તિ ભેગી કરવાનો આરોપ છે. આ કેસમાં સંયુક્ત તપાસ સમિતિએ 10 જુલાઈનાં રોજ સુપ્રીમ કોર્ટને પોતાનો રીપોર્ટ સોંપ્યો હતો. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે નવાઝ શરીફ વિરૂદ્ધ ચૂકાદો આપ્યો છે. આ કેસનો ચૂકાદો સંયુક્ત તપાસ સમિતિના રિપોર્ટના આધારે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નવાઝને પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવાના આદેશ આપ્યાં છે

મળતી માહિતી મુજબ નવાઝ શરીફને પાકિસ્તાનના પીએમ પદેથી હટાવાયા બાદ તેમના નાના ભાઈ શાહબાઝ શરીફ પીએમ બનાવવામાં આવશે. શાહબાઝ પાકિસ્તાની સંસદના નીચલા ગૃહના નેશનલ એસેમ્બલીના સભ્ય નથી, પરિણામે તાત્કાલિક તેઓ તેમનું સ્થાન નહીં લઈ શકે. જોકે, તેમને પણ ચૂંટણીનો સામનો તો કરવો જ પડશે. એટલે જયાં સુધી તેઓ પીએમ પદ માટે જીત હાંસલ નહીં કરે ત્યાં સુધી એટલે કે આગામી 45 દિવસ સુધી પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ વચગાળાના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળે તેવી સંભાવના છે.

જોકે, પીએમ પદ થી બરખાસ્ત કરાયા બાદ પણ શરીફની પાર્ટી સત્તામાં રહેશે, પણ દેશની આતંરિક સ્થિતિ ડામાડોળ થશે. એક શક્યતા એવી પણ જણાઈ રહી છે કે, પાકિસ્તાનમાં સૈન્ય પણ સત્તા આંચકી શકે છે. કોર્ટના વિપરીત ચૂકાદાને કારણે પાકિસ્તાનમાં ફરજિયાત પણે આવતા વર્ષે સામાન્ય ચૂંટણી યોજવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.