પટણા- મહાગઠબંધન સાથે છેડો ફાડી એનડીએના સહયોગથી બિહારમાં સત્તાસ્થાને બિરાજેલા નીતિશકુમારે વિશ્વાસ મત જીત્યો છે. જેમાં 131 સમર્થનમાં અને 108 મત વિરોધમાં પડ્યાં હતાં. આ સાથે એનડીએ સાથે જોડાયેલાં નીતિશકુમારની સરકારે આજે બિહાર વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે.. ગુરુવારે નીતિશકુમારે બિહારના સીએમ તરીકે અને ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે હુ આ પ્રસ્તાવના વિરોધમાં છું. રાજ્યની જનતાએ અમને બીજેપીના વિરોધમાં મત આપ્યા હતા. આ એક પ્રકારે લોકતંત્રની હત્યા છે. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળે મળીને નીતીશ કુમારના અસ્તિત્વને બચાવ્યું હતું, નીતીશ કુમારે બિહારની જનતાના વિશ્વાસને દગો આપ્યો છે. જો કે, તેના જવાબમાં નીતીશ કુમારે કહ્યું કે આ કોંગ્રેસના લોકો છે અહંકારમાં જીવતા લોકો છે
243 ધારાસભ્યોની વિધાનસભામાં જેડીયુ-બીજેપીના ઉમેદવારો તેમને 132 સભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.. પરંતુ પાર્ટીમાં નીતિશકુમાર વિરુદ્ધ સૂર ઉઠ્યાં હોવાથી હવે બધાની નજર સીટોના ગણિત પર હતી. તો બીજી તરફ લાલુપ્રસાદે પુત્રમોહમાં પાર્ટીને નુકસાન પહોંચાડ્યું હોવાની પણ ચર્ચા છે. જેના લીધે RJDમાં પણ વિરોધના સૂર જોવા મળી રહ્યાં છે.
243 સભ્યોવાળી બિહાર વિધાનસભામાં નીતિશ સરકારને બહુમત સાબિત કરવા માટે 122 સભ્યોના સમર્થનની જરરુ હતી.. નીતિશ પાસે 71 અને ભાજપ તેમજ સહયોગીઓની 58 બેઠકો છે. આમ કુલ 129 બેઠકો છે. જ્યારે 4 અપક્ષ ઉમેદવારનો પણ સહયોગ મળ્યો હોવાનું માનવામાં આવે છે. જેડીયુ-બીજેપીની કુલ બેઠક આંક 133 થાય છે. બીજી તરફ આરજેડી રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ચૂંટાઈ આવી હતી. જેની પાસે 80 બેઠકો જ્યારે કોંગ્રેસ પાસે 27 અને સીપીએમના 3 ધારાસભ્યો છે
જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શરદ યાદવને નીતિશકુમારે પણ ફોન કરીને સમજાવ્યું કે લાલુ યાદવ સાથે ગઠબંધન કેમ તોડવું પડ્યું. એક બાજુ જ્યાં નીતિશકુમારે પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતા શરદ યાદવને સમગ્ર પટકથા સમજાવી ત્યાં બીજી બાજુ શરદ યાદવના મિત્ર અને મોદી કેબિનેટના વરિષ્ઠ મંત્રી અરુણ જેટલીએ તેમને ભાજપ-જેડીયુ ગઠબંધનના ફાયદા પણ સમજાવ્યાં. સૂત્રોની વાત માનીએ તો નીતિશ અને અરુણ જેટલી સાથે વાત કર્યા બાદ શરદ યાદવ સંતુષ્ટ જોવા મળ્યાં હતાં.
