Not Set/ પશ્ચિમ બંગાળ-ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાથી 76 લોકોનાં મોત, PM મોદી આજે બન્ને રાજ્યોનો કરશે હવાઈ પ્રવાસ

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાએ કહેર ફેલાવ્યો છે તેના પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને રાજ્યોનો હવાઈ પ્રવાસ કરશે. વડા પ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યોમાં અમ્ફાનનાં તોફાનથી થયેલા નુકસાન અંગે હવાઈ સર્વે કરવા જશે, ત્યારબાદ તેઓ અનેક સમીક્ષા બેઠકોમાં પણ ભાગ લેશે. આપને જણાવી દઇએ કે, અમ્ફાનનાં તોફાનની આગાહી […]

India
8b54c559d1399df250b309cb59ff2cef 1 પશ્ચિમ બંગાળ-ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાથી 76 લોકોનાં મોત, PM મોદી આજે બન્ને રાજ્યોનો કરશે હવાઈ પ્રવાસ

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં અમ્ફાન વાવાઝોડાએ કહેર ફેલાવ્યો છે તેના પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને રાજ્યોનો હવાઈ પ્રવાસ કરશે. વડા પ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ અને ઓડિશા બંને રાજ્યોમાં અમ્ફાનનાં તોફાનથી થયેલા નુકસાન અંગે હવાઈ સર્વે કરવા જશે, ત્યારબાદ તેઓ અનેક સમીક્ષા બેઠકોમાં પણ ભાગ લેશે.

આપને જણાવી દઇએ કે, અમ્ફાનનાં તોફાનની આગાહી પહેલા વડા પ્રધાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને આ તોફાનને પહોંચી વળવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી, સાથે સાથે બંને રાજ્યોની સરકાર સાથે વાત કરી હતી અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

આપને જણાવી દઈએ કે, અમ્ફાનનાં તોફાનને કારણે પશ્ચિમ બંગાળમાં 76 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, છેલ્લા 283 વર્ષમાં આ સૌથી ભયાનક વિનાશકારી વાવાઝોડું છે, જેના કારણે કોલકાતામાં આટલો મોટો વિનાશ સર્જાયો, હજારો મકાનો તૂટી ગયા છે, વૃક્ષો મૂડ સાથે ઉખડી ગયા છે અને વીજ થાંભલાઓ પણ તૂટી ગયા છે. માનવામાં આવે છે કે આજે વડા પ્રધાન મોદી બંગાળની મુલાકાત બાદ 1 લાખ કરોડનાં પેકેજની જાહેરાત કરી શકે છે. મમતા બેનર્જીએ આ વાવાઝોડાને માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ સૌથી ભયંકર તોફાન ગણાવ્યું છે.