railway station/ દેશના 6 રેલવે સ્ટેશન પર હવાથી પાણી બનાવતું મશીન લગાવવામાં આવશે

વોટર જનરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હવે મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના છ રેલવે સ્ટેશનો પર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

India
3 36 દેશના 6 રેલવે સ્ટેશન પર હવાથી પાણી બનાવતું મશીન લગાવવામાં આવશે

વોટર જનરેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હવે મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના છ રેલવે સ્ટેશનો પર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટેક્નોલોજીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી છે. મેઘદૂત એ એટમોસ્ફેરિક વોટર જનરેટર (AWG) ઉપકરણ છે જે પાણીની વરાળને તાજા અને સ્વચ્છ પીવાના પાણીમાં રૂપાંતરિત કરવા માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

હવામાંથી એક હજાર લીટર પાણી બનાવવામાં આવશે
સ્વિચ ચાલુ કર્યાના થોડા કલાકોમાં પાણી બનાવવાનું શરૂ થઇ જાય છે અને દિવસમાં 1000 લિટર પાણીનું ઉત્પાદન કરે છે. આ ટેકનિક 18 થી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 25 થી 100 ટકા ભેજ સુધીની સ્થિતિમાં સફળ છે. પીવાના પાણી માટે તાત્કાલિક ઉકેલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.

મૈત્રી એક્વાટેક પ્રાઇવેટ લિમિટેડને 17 AWG કિઓસ્ક સ્થાપવા માટે પાંચ વર્ષ માટે કરાર કરવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કંપનીએ અગાઉ પાણીના ઉત્પાદન માટે CSIR અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી હૈદરાબાદ સાથે સહયોગ કર્યો છે. છ સ્ટેશન પરિસરમાં કિઓસ્ક માટે રેલવેને વાર્ષિક રૂ. 25.5 લાખની લાઇસન્સ ફી મળશે. મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દાદરમાં પાંચ-પાંચ, થાણેમાં ચાર, કુર્લા, ઘાટકોપર અને વિક્રોલીમાં એક-એક વોટર કિઓસ્ક સ્થાપવામાં આવશે.

કંપનીએ કહ્યું કે વોટર કિઓસ્કથી રેલ મુસાફરો 5 રૂપિયા ચૂકવીને 300 મિલીની બોટલ ભરી શકે છે, 500 મિલી 8 રૂપિયા ચૂકવીને અને એક લિટર 12 રૂપિયા ચૂકવીને. બોટલ સહિત મુસાફરોએ 300 મિલી માટે 7 રૂપિયા, 500 મિલી માટે 12 રૂપિયા અને એક લિટર માટે 15 રૂપિયા ચૂકવવા પડશે.