Not Set/ પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો ગુટખા ખાતો વીડિયો વાયરલ

પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનોનાં કારણે વિવાદ સર્જી રહ્યો છે. વિવાદ અને આફ્રિદીનો પહેલાથી જ સારો સંબંધ રહ્યો છે. આ પહેલા તેઓ જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે તેની ઉંમરને લઇને ઘણી વાર તે ચર્ચામાં આવી ચુક્યો છે. હવે તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે ગુટખા ખાતો નજરે ચઠ્યો […]

Uncategorized
c574b76fe61fa9108911bb245cd71151 પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો ગુટખા ખાતો વીડિયો વાયરલ

પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનોનાં કારણે વિવાદ સર્જી રહ્યો છે. વિવાદ અને આફ્રિદીનો પહેલાથી જ સારો સંબંધ રહ્યો છે. આ પહેલા તેઓ જ્યારે ક્રિકેટ રમતા હતા ત્યારે તેની ઉંમરને લઇને ઘણી વાર તે ચર્ચામાં આવી ચુક્યો છે. હવે તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે ગુટખા ખાતો નજરે ચઠ્યો છે, જે બાદ તે એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં તે પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરમાં ગયો હતો અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે ભારતમાં તેની સામે ગુસ્સો વધ્યો હતો. ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ પણ આફ્રિદીની ટીકા કરી હતી. શાહિદ આફ્રિદી પર હવે ટિકટોક પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુટખા ખાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બે વર્ષ જૂનો છે, પરંતુ ભારતીયોએ તેને ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

@krishusinha3

##afridi ##pak ##funny ##viral ##indianarmy ##trending ##foryou ##foryoupage @tiktok_india

♬ original sound – krishusinha3

વીડિયોમાં જોઇ શકાય છે કે શાહિદ આફ્રિદી કોઇ કાર્યક્રમમાં લોકોની વચ્ચે બેઠો છે અને ગુપ્ત રીતે દાંત નીચે ગુટખા દબાવી રહ્યો છે. ટિકટોક પર વીડિયો પોસ્ટ કરતાં ક્રિએટરે લખ્યું, ‘તેમના વડા પ્રધાન આજે ભારત વિરુદ્ધ બોલ્યા છે…આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.