Not Set/ કેવી રહેશે આપની 6/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 6 જૂન 2020, શનિવાર) -અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ઘર સંબંધી કાર્યો રહી શકે છે. જુદા જુદા દસ્તાવેજી કાર્યમાં તમારો સમય […]

Uncategorized
841bedbd99fea7d7ac2886f6cdad1637 કેવી રહેશે આપની 6/06/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 6 જૂન 2020, શનિવાર)

-અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  ઘર સંબંધી કાર્યો રહી શકે છે. જુદા જુદા દસ્તાવેજી કાર્યમાં તમારો સમય વ્યતિત થઈ શકે છે. મન થોડું ઊંડું ચિંતન-મનોમંથન કરે અને ધન સંબંધી કાર્યોમાં તમારો દિવસ વ્યતિત થાય. તમારી બુદ્ધિ વધુ સતેજ ચાલે અને કાર્ય કરવામાં તમારી નિપુણતા પણ વધુ હશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય.

* વૃષભ (બ,,ઉ) ધન સંબંધી કાર્યોમાં ગૂંચ પડે. પરિવારમાં તમારે વધુ સરળતા રાખવી પડશે. તમારી ભાષા તમારા માટે થોડી ઉપાધી ઊભી કરે તેવું વર્તાય છે માટે, તમે સાવધાન રહેજો. બપોર પછી તમારા મિત્રો સાથે અથવા જ્યાં ગાઢ સંબંધ હોય ત્યાં થોડો મતભેદ થઈ શકે છે માટે સાવધાન રહેજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) આરોગ્યની સાવધાની રાખવી પડશે. સ્નાયુના દુઃખાવાની તકલીફ તમને થઈ શકે છે માટે, સાવધાન રહેજો. બપોર પછી વેપારમાં કોઈ નવી તક આવી શકે છે પણ તે પાછી ઠેલાતી જાય તેવું તમને લાગશે. જે તમે ઇચ્છો છો તે તમને ખૂબ સરળતાથી પ્રાપ્ત થાય તેવું લાગતું નથી.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  તમારું મનોમંથન થોડું ગહન રહેશે. કોઈપણ કાર્ય ઉપર તમારા વિચારો થોડા વધુ ઊંડા હશે. તમારી તર્કશક્તિ વધુ પ્રબળ થશે. મોડી સાંજે ભાગ્ય થોડું વધારે બળવાન થાય તેવું લાગે છે અને મોડી રાત્રે કાર્યમાં તમારું મન થોડું વધુ પરોવાય અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં તમારો સમય વધુ વીતે તેવું જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) ઘર સંબંધી કોઈપણ ખર્ચનું આયોજન કરવાનું હોય તો બજેટને બરાબર જાળવજો. આજે શક્ય છે કે તમે કંઈક ખરીદી કરવા જાવ અને તમારે વધુ કિંમત ચૂકવવાનો વખત આવી જાય અને તમારે પૈસાની ગોઠવણ કરવા માટે મૂંઝાવું પડે. બપોર પછીનો સમય થોડો ઊંડા વિચારોમાં ગરકાવ કરી જાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) સંતાન સંબંધી કાર્યોમાં આજે વ્યસ્ત રહેવાય. વિદ્યાર્થીમિત્રો માટે આજનો દિવસ અગત્યનો પુરવાર થાય. આજે કાર્ય કરવાનું બળ થોડું વધારે રહેશે કોઈપણ કાર્ય સારી રીતે પાર પાડવાનો તમારામાં ઉત્સાહ રહેશે. ચામડીના રોગથી આજે તમારે વિશેષ સાવધાની રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) પેટના દર્દોથી આજે તમારે સાવધઆની રાખવાની રહેશે. આવેશ અને ઉશ્કેરાટથી આજે તમારે બચવું. આજે જાત જાતની દલીલબાજી કરવાનો વખત આવશે. પોતાની જાતને વધુ સારી રીતે રજૂ કરવા માટે આજે તમારે માર્કેટીંગ કરવું પડે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) નવા વાહન અને મકાનના કાર્યોમાં તમને વિશેષ સરળતા જણાય છે. કોઈપણ કાર્યમાં આજે તમને જાત જાતની મુશ્કેલીઓ દેખાય. તમારું મન સફળતા તરફ નહીં પણ મુશ્કેલીઓ તરફ વધુ દોડતું જણાય. તમારે હકારાત્મક અભિગમ રાખી દિવસ વિતાવવાનો રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) જુદી જુદી અનેક ચિંતાઓમાં તમારું મન ઘેરાયેલું રહે. એક પ્રકારે હમણાંથી ચિંતા કરવાનો તમારો સ્વભાવ થઈ ગયો હોય એમ ગ્રહસંકેત જણાય છે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે થોડો તણાવ સર્જાઈ શકે છે માટે તમારે સાવધાન રહેવું. જો તમારે લગ્ન સંબંધી ચર્ચા કરવાની હોય અને નિર્ણય લેવાનો હોય તો આજે ચોક્સાઈ વધુ કરજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  તમારું મન વધુ રોમેન્ટીક બની શકે છે. રોજિંદી આવક કેવી રીતે વધારવી તે બાબતે તમારું મન વધુને વધુ વિચારતું થાય. બપોર પછી તમારા દ્વારા જૂના કાર્યો પૂર્ણ કરવા તરફ વૃત્તિ રહે. તમે જે કરશો તે ખૂબ જ ચોક્સાઈના અભિગમથી કાર્ય કરશો માટે સફળતા મળવાની શક્યતા વધી જાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) પિતા સાથે આજે થોડી રકઝક થાય. વેપારમાં આજે ક્યાંક ભૂલ ન થઈ જાય તેની સાવધાની રાખવાની રહેશે. કાર્યમાં આજે જીવનસાથીનો સહકાર મળતો જણાય છે એટલે દિવસમાં કોઈ મોટી મુશ્કેલી જણાતી નથી. તમારી તર્કશક્તિથી આજે તમારું કાર્ય સફળ થતું જણાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) તમારું ભાગ્ય આજે વધુ પ્રબળ બનતું જણાય છે. પરદેશના સંબંધના કોઈ કાર્ય હશે તો આજે લાભ મળતો જણાય છે. પણ, આરોગ્યની બાબતમાં વધારે સાચવજો. કોઈ શત્રુ સાથે આજે પનારો પડવાનો હોય તો થોડા વધુ સાવધાન બનજો. કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય તો આજે તમારો પક્ષ મજબૂત રહી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  આજે વૃદ્ધ અને અસહાય વડીલોની સેવા કરજો.

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.