Not Set/ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીનાં નિશાના પર રહેશે કેપ્ટન કૂલનો આ રેકોર્ડ

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી-૨૦ અને વનડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝને કારમી હાર આપી હતી. ગુરુવારથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા પડકારનો સામનો કરવા તૈયાર થઇ ગઇ છે. ત્રણ મેચોની ટી-20 અને વનડે શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ સારુ ચાલ્યુ હતુ. તેણે પ્રવાસ પર પોતાનો પ્રભાવશાળી વર્લ્ડ કપ ફોર્મ ચાલુ રાખતા કેરેબિયન બોલરોની ધુલાઇ […]

Uncategorized
viart વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીનાં નિશાના પર રહેશે કેપ્ટન કૂલનો આ રેકોર્ડ

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી-૨૦ અને વનડે શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝને કારમી હાર આપી હતી. ગુરુવારથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયા પડકારનો સામનો કરવા તૈયાર થઇ ગઇ છે. ત્રણ મેચોની ટી-20 અને વનડે શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ સારુ ચાલ્યુ હતુ. તેણે પ્રવાસ પર પોતાનો પ્રભાવશાળી વર્લ્ડ કપ ફોર્મ ચાલુ રાખતા કેરેબિયન બોલરોની ધુલાઇ કરી હતી અને જોરદાર પરાજય આપ્યો હતો. વનડે સિરીઝમાં તેણે બે મેચમાં બે સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા ફરી એકવાર વિરાટ પાસેથી ટેસ્ટ સિરીઝમાં આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. વિરાટ કોહલી બે મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન બેટ્સમેન અને કેપ્ટન તરીકે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન

વિરાટ કોહલી તેના નામે સૌથી પહેલો રેકોર્ડ બનાવી શકે છે જે કેપ્ટનશીપનો છે. જો ટીમ ઇન્ડિયા સીરીઝને 2-0નાં અંતરથી પોતાના નામે કરે છે તો વિરાટ કોહલી કેપ્ટન કૂલ ધોનીનાં રેકોર્ડને પછાડી ભારતીય ટેસ્ટ ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન બનશે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 46 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે અને તેમાંથી 26 મેચમાં જીત મેળવી છે. વેસ્ટ ઇન્ડીઝની 2 ટેસ્ટ મેચની શ્રેણી જીતવાની સાથે જ વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાની 28 ટેસ્ટ જીત થશે. હાલમાં આ રેકોર્ડ ધોનીનાં નામે નોંધાયો છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 60 માંથી 27 ટેસ્ટમાં જીત મેળવી હતી. જો ભારતીય ટીમ શ્રેણીમાં એક પણ મેચ જીતવામાં સફળ રહે છે, તો વિરાટ ધોનીનાં રેકોર્ડને પછાડી સૌથી સફળ કેપ્ટન બનશે કારણ કે તે ઓછી મેચોમાં ટીમની કમાન સંભાળીને આ સ્ટેજ પર પહોંચ્યો છે.

ભારત માટે સૌથી વધુ ટેસ્ટ જીતનાર કેપ્ટન

ખેલાડી મેચ જીત
એમ એસ ધોની 60 27
વિરાટ કોહલી 46 26
સૌરવ ગાંગુલી 49 21
મો.અજહરુદ્દિન 47 14
સુનિલ ગાવસ્કર 47 09
મંસૂર અલી ખાન 40 09

આ સિરીઝ દરમિયાન વિરાટ ભારતીય ટીમની મોટાભાગની ટેસ્ટ મેચોની કેપ્ટનશીપ કરવાની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને પહોંચશે. આ શ્રેણી પછી ફક્ત મહેન્દ્ર સિંહ ધોની (60) અને સૌરવ ગાંગુલી (49) આગળ રહેશે. વિરાટ આ શ્રેણી બાદ મોહમ્મદ અઝહરુદ્દીન અને સુનિલ ગાવસ્કરને પછાડી દેશે. બંનેએ 47-47 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.