પાકિસ્તાનના બહાવલપુરમાં રવિવારે સવારે એક ઓઈલના ટેન્કરથી આગ લાગવાના કારણે ઓછામાં ઓછા ૧૦૦ લોકો બળીને ભડથુ થઈ ગયા છે. સુત્રો મુજબ, અહેમદ પુર શરિયા નામની જગ્યા પર ઓઈલનું ટેન્કર પલટી ખાધા પછી તેમાંથી વિસ્ફોટ અને ત્યાર બાદ ફેલાયેલી આગમાં ૧૨ થી વધુ લોકોનું મુત્યુ થઈ ગયું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર લાગેલી આ ભયંકર ઘટનામાં ૭૫થી વધુ લોકો ગંભીર રીતે સળગી ગયા છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. સુત્રો અનુસાર, હાઈવે ઉપર જયારે લોકોએ ટેન્કરને પલટી ખાતા જોયું ત્યારે તેમાંથી લીક થઈને બહાર નીકળી રહેલું ઓઈલને ભેગું કરવા માટે લોકોતો ભેગા થઈ ગયા હતા. આ સમયે ટેન્કરમાં વિસ્ફોટ થઈ ગયો અને તેની ઝપેટમાં આવી લોકો સળગી ગયા હતા. આગ લાગવાના થોડા સમય બાદ જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે ફાયર બ્રિગેડ ગાડીઓએ ટેન્કરમાં લાગેલી આગને બુઝાઇ દીધી છે. ઘટનાસ્થળની પાસે ઉભેલી ૬ કાર અને ૧૨ બાઈક્સ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.
Not Set/
પાકિસ્તાનના બહાવલપુરમાં રવિવારે સવારે એક ઓઈલના ટેન્કરથી આગ
પાકિસ્તાનના બહાવલપુરમાં રવિવારે સવારે એક ઓઈલના ટેન્કરથી આગ લાગવાના કારણે ઓછામાં ઓછા ૧૦૦ લોકો બળીને ભડથુ થઈ ગયા છે. સુત્રો મુજબ, અહેમદ પુર શરિયા નામની જગ્યા પર ઓઈલનું ટેન્કર પલટી ખાધા પછી તેમાંથી વિસ્ફોટ અને ત્યાર બાદ ફેલાયેલી આગમાં ૧૨ થી વધુ લોકોનું મુત્યુ થઈ ગયું છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પર લાગેલી આ ભયંકર ઘટનામાં ૭૫થી […]
