Not Set/ પાકિસ્તાનના સાંસદે જણાવ્યો કોરોના વાયરસનો વિચિત્ર ઈલાજ કહ્યું,  તીડ ….

કોરોના વાઇરસે આખી દુનિયાને ભરડામાં લીધી છે. ત્યારે  એક પાકિસ્તાની સાંસદે એક સલાહ આપી છે. ખરેખર, વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષના સાંસદે કોવિડ -19 ની સારવાર માટે તીડ ખાવાની સલાહ આપી છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાંસદ રિયાઝ ફતેઆનાએ બુધવારે પાક સંસદમાં કોરોના વાયરસ અંગેની ચર્ચા દરમિયાન કહ્યું છે કે તીડ ખાવાથી શરીરની પ્રતિરક્ષા વધે છે. તેમણે […]

World

કોરોના વાઇરસે આખી દુનિયાને ભરડામાં લીધી છે. ત્યારે  એક પાકિસ્તાની સાંસદે એક સલાહ આપી છે. ખરેખર, વડા પ્રધાન ઇમરાન ખાનના પક્ષના સાંસદે કોવિડ -19 ની સારવાર માટે તીડ ખાવાની સલાહ આપી છે.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાંસદ રિયાઝ ફતેઆનાએ બુધવારે પાક સંસદમાં કોરોના વાયરસ અંગેની ચર્ચા દરમિયાન કહ્યું છે કે તીડ ખાવાથી શરીરની પ્રતિરક્ષા વધે છે. તેમણે સરકારને તે અંગે સંશોધન કરાવવાની માંગ પણ કરી છે.

સાંસદ રિયાઝે કહ્યું, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે તીડ ખાવાથી રોગ પ્રતિરક્ષા વધે છે. સરકારે આ દાવાની તપાસ કરવી જોઈએ અને જો તે થાય તો જનતાને  તેને મંજૂરી આપવી જોઈએ. પાકિસ્તાનીઓ જ કોરોના વાયરસનું કામ તમામ કરશે.

કાયદા અને ન્યાય બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ રિયાઝે થોડા દિવસો પહેલા દેશમાં વધતા ફુગાવા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો મોંઘવારીને અંકુશમાં રાખવી હોય તો લોકો મોંઘી વસ્તુઓ ન ખાય.

હવામાન  પ્રધાને કોવિડ -19નો  નવો અર્થ કાઢ્યો હતો.

આ અગાઉ પાક.  હવામાન પ્રધાન જર્તાજ ગુલે પણ કોવિડ -19 વિશે નવો સિદ્ધાંત રજૂ કર્યો હતો. ગુલે એક મુલાકાતમાં કહ્યું હતું કે કોવિડ -19 નામનો અર્થ એ છે કે તેમાં 19 ટપકાં હોય છે અને કોઈપણ દેશમાં કોઈપણ રીતે લાગુ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews