Not Set/ પાકિસ્તાન/ વિપક્ષે ખોલ્યો સેના અને સરકાર સામે મોરચો, ઇમરાને વગાડી મોદી-શરીફ-જિંદાલનાં નામની આવી પીપૂંડી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ રાજકીય મદદનીશ ડો.શાહબાઝ ગિલે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પર ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ સજ્જન જિંદાલને મળવાનો આરોપ લગાવ્યો છે. રાજકારણમાં સૈન્યની દખલ સામે આવાઝ બુલંદ કરનાર નવાઝ શરીફ સામે આક્ષેપો કરતા ગિલે કહ્યું હતું કે પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ સેનાને નિશાન બનાવી રહ્યા છે કારણ કે સેના […]

World
5fd0fda42288235d66337d2594ea21bb પાકિસ્તાન/ વિપક્ષે ખોલ્યો સેના અને સરકાર સામે મોરચો, ઇમરાને વગાડી મોદી-શરીફ-જિંદાલનાં નામની આવી પીપૂંડી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ રાજકીય મદદનીશ ડો.શાહબાઝ ગિલે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પર ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ સજ્જન જિંદાલને મળવાનો આરોપ લગાવ્યો છે. રાજકારણમાં સૈન્યની દખલ સામે આવાઝ બુલંદ કરનાર નવાઝ શરીફ સામે આક્ષેપો કરતા ગિલે કહ્યું હતું કે પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફ સેનાને નિશાન બનાવી રહ્યા છે કારણ કે સેના તેમનાં અને મોદી –  જિંદલના લિંક્સ જાહેર કર્યા હતા અને તેમને રાજદ્રોહી પ્રવૃત્તિઓ અંગેના પ્રશ્નો કર્યા હતા.

ગિલે એમ પણ આરોપ લગાવ્યો કે શરીફ અને તેમની સરકાર કુલભૂષણ જાધવની ધરપકડની જાહેરાત કરવા તૈયાર નહોતી. (નિવૃત્ત.) લેફ્ટનન્ટ જનરલ અસીમ સલીમ બાજવાએ નવાઝ શરીફ સરકારને મનાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, કારણ કે સૈન્ય તરફથી તેની ઘોષણા સમયે તેમણે સંદેશ આપ્યો હતો કે પાકિસ્તાન સરકાર તેમાં નથી. 

ગિલે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે, જ્યારે તમે આ રીતે પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ કરો ત્યારે પ્રશ્નો પૂછવામાં આવશે અને જવાબો માંગવામાં આવશે. ભારતીય નેતૃત્વ સાથે પ્રેમ અને સંવેદનાનો આરોપ લાગવતા ગિલે કહ્યું હતું કે જ્યારે પણ સૈન્ય પૂર્વ વડા પ્રધાનને ભારત સાથેના ગુપ્ત વ્યવસાય અને અન્ય દેશદ્રોહી પ્રવૃત્તિઓ અંગે સવાલ કરે છે, ત્યારે તેઓએ આવી જ રીતે ટકરાવ કર્યો હતો. 

ભારતીય પત્રકાર બરખા દત્તના પુસ્તકનો ઉલ્લેખ કરતા ગિલે કહ્યું કે, નવાઝ શરીફે મોદી સાથે નેપાળની રાજધાની કાઠમંડુમાં ગુપ્ત મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તે દરમિયાન વડા પ્રધાને પાકિસ્તાની રાજદ્વારીઓને ભારત વિરુદ્ધ કોઈ નિવેદન ન આપવા આદેશ આપ્યો હતો. ગિલે કહ્યું, “નવાઝ શરીફે સંરક્ષણ સંસ્થાઓને બાયપાસ કરીને ખાનગી રાતે મોદી અને જિંદલને મળ્યા હતા.” જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સેનાને નિશાન બનાવવાનું શરૂ કર્યું અને લોકશાહીના નારા લગાવવાનું શરૂ કર્યું.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ સેના અને ઇમરાન ખાનની સરકાર સામે મહાગઠબંધનની ઘોષણા કરી છે. નવાઝ શરીફ સહિત દેશના લગભગ તમામ વિપક્ષી નેતાઓએ એક સામાન્ય મંચ બનાવ્યો છે અને કહ્યું હતું કે તેઓ રાજકારણમાં લશ્કરી દખલને સમાપ્ત કરવા માગે છે. સૈન્યનું ગઠબંધન કહેવાતી ઇમરાન સરકાર અશાંત થતા નવાઝ શરીફને દેશદ્રોહી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews