Not Set/ પાલનપુર/ સાવકી માતાએ એક દીકરી સાથે જે કર્યું, તે વાંચીને સ્તબ્ધ થઇ જશો

આજના યુગને ઘોર કળયુગ કહેવું એ ખોટું નથી. કારણ કે આજના સમયમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે, તેનાથી અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. આ ઘટનાઓમાં ન તો કોઈ લીમીટ રાખવામાં આવી રહી છે ન તો કોઈ સંબંધ. આ જ પ્રકારની એક ઘટના ગુજરાતમાં આવેલ પાલનપુરમાંથી સામે આવી રહી છે.  આ ઘટનાની વાત કરીએ […]

Gujarat Others

આજના યુગને ઘોર કળયુગ કહેવું એ ખોટું નથી. કારણ કે આજના સમયમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે, તેનાથી અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે. આ ઘટનાઓમાં ન તો કોઈ લીમીટ રાખવામાં આવી રહી છે ન તો કોઈ સંબંધ. આ જ પ્રકારની એક ઘટના ગુજરાતમાં આવેલ પાલનપુરમાંથી સામે આવી રહી છે. 

આ ઘટનાની વાત કરીએ તો, પાલનપુરમાં આવેલ હારીજમાં અમ્બેશ્વર સોસાયટીમાં કુલ 6 મહિના અગાઉ સાવકી માતાએ માત્ર અઢી વર્ષીય પુત્રીને વેલણ તથા પેટમાં લાત મારતાં દીવાલ સાથે ભટકાતાં એનું મોત થયું હતું. હારીજ પોલીસે આ અંગે આકસ્મિક મોતની નોંધ કરી હતી તેમજ પુત્રીની જન્મદાતા માતા પાલનપુર રહેતી હોય ત્યાં મૃતક દીકરીને લઇ જઈને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 

આ ઘટનાની ચોકાવનારી વાત એ છે કે, આજદિન સુધી ફરિયાદ નોંધવામાં આવી ન હતી. છેવટે પોસ્ટમોર્ટમ તથા F.S.L. રિપોર્ટના આધારે કુલ 6 માસ પછી હારીજ પોલીસે ફરિયાદ દાખલ કરીને સાવકી માતા તથા તેના પિતાની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

હારીજની અંબેશ્વર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચેહરાભાઈ સોલંકીના લગ્ન કુલ 12 વર્ષ અગાઉ પાલનપુરના જયાબેનની સાથે થયા હતા. જેમને કુલ 3 દીકરીઓ છે પણ મહેશભાઈને કાલેટ કૌશલબેન અબ્બાસભાઇની સાથે પ્રેમસંબંધ બંધાતાં બન્ને ભાગી ગયાં હતાં તથા કુલ 6 મહિના પછી બન્ને મળી આવતાં પતિએ જયાબેનનો અસ્વીકાર કર્યો હતો તથા એમની કુલ ૩ પુત્રીઓ પિતાને ઉછેર કરવા સોંપી દેવામાં આવી હતી.

જ્યાં 18 ફેબ્રુઆરીએ સૌથી નાની એટલે કે, માત્ર અઢી વર્ષની દીકરી હેનીલ ઘોડિયામાં શૌચ કરી જતાં સાવકી માતા કૌશરબેને મોટી બન્ને દીકરી જોડે સફાઇ કરાવી. બન્નેને એક રૂમમાં પૂરીને નાની હેનીલને વેલણ તથા ચંપલથી માર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ