Not Set/ પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા પર સોનિયા ગાંધીએ PM મોદીને પત્ર લખી યાદ અપાવી સરકારની જવાબદારી

છેલ્લા 10 દિવસથી જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંકટનાં કારણે પહેલા જ સામાન્ય લોકોની હાલત ખરાબ છે ત્યારે આ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થતા સ્થિતિ વધુ ખરાબ બની છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારા અંગે પત્ર […]

India
0d5a49a82485d8e55e71ff5825feffc9 1 પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા પર સોનિયા ગાંધીએ PM મોદીને પત્ર લખી યાદ અપાવી સરકારની જવાબદારી

છેલ્લા 10 દિવસથી જે રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંકટનાં કારણે પહેલા જ સામાન્ય લોકોની હાલત ખરાબ છે ત્યારે આ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થતા સ્થિતિ વધુ ખરાબ બની છે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારા અંગે પત્ર લખ્યો છે.

સોનિયા ગાંધીનાં લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લોકોની તકલીફ ઓછી કરવી અને લોકોને વધુ મુશ્કેલીમાં ન લાવવી એ સરકારની ફરજ અને જવાબદારી છે. પત્રમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે, કોરોના સામેની લડતમાં ભારતને આરોગ્ય, અર્થતંત્ર, સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો છે. હું ખૂબ ચિંતિત છું કે માર્ચ મહિનાથી આ સમસ્યા સતત છે, આવી સ્થિતિમાં સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે, જે એક વખત નહીં વારંવાર વધારવામાં આવ્યો હતો. તમારી સરકાર 2,60,000 કરોડ રૂપિયાની આવક મેળવવા માંગે છે, પરંતુ તમને ખોટુ સૂચવવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટી વધારવી જોઈએ. મને આ સંદર્ભમાં કોઈ દલીલ દેખાતી નથી કે જ્યારે કોરોનાનાં કારણે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે કચડી છે ત્યારે સરકારે પણ આવા સૂચન પર વિચાર કરવો જોઇએ. લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે, લોકો પાસે ખોરાક નથી, વ્યવસાય, ઉદ્યોગ અને ધંધામાં ભારે મંદી છે.

સોનિયાએ કહ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં 9 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સરકાર તેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે કઇ જ નથી કરી રહી, જ્યારે લોકો એટલા ગંભીર સમયથી પસાર થઇ રહ્યા છે. એ પણ મહત્વનું છે કે છેલ્લા 6 વર્ષોમાં, તમારી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ભારે આબકારી લાદીને નોંધપાત્ર આવક એકત્રિત કરી છે. સરકાર પેટ્રોલમાં 23.78 અને ડીઝલ પર 28.37 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી લગાવી રહી છે. છેલ્લા 6 વર્ષમાં પેટ્રોલમાં 258 % અને ડીઝલની કિંમતમાં 820 % એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સરકારને 18,00,000 કરોડનો ટેક્સ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.