Not Set/ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો વધુ એક ઝટકો, આ જાણીતા ડાયરેક્ટરનું 48 વર્ષની વય થયું નિધન

મલયાલમ ફિલ્મ્સના નિર્દેશક અને પટકથા લેખક કે.આર. સચિદાનંદન ઉર્ફે સૈકીનું નિધન થયું છે. 48 વર્ષીય નિર્દેશકે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. કાર્ડિયાક અરેસ્ટ તેમના નિધનનું કારણ બન્યું હતું. સૈકીની ત્રિસુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડોકટરોના કહેવા મુજબ, કેઆર સચિદાનંદને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી, જેના પછી તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને થોડા કલાકો પછી […]

Uncategorized
3e2adcf0e1b55f27a340d214ad8c7221 ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો વધુ એક ઝટકો, આ જાણીતા ડાયરેક્ટરનું 48 વર્ષની વય થયું નિધન

મલયાલમ ફિલ્મ્સના નિર્દેશક અને પટકથા લેખક કે.આર. સચિદાનંદન ઉર્ફે સૈકીનું નિધન થયું છે. 48 વર્ષીય નિર્દેશકે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. કાર્ડિયાક અરેસ્ટ તેમના નિધનનું કારણ બન્યું હતું. સૈકીની ત્રિસુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ડોકટરોના કહેવા મુજબ, કેઆર સચિદાનંદને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી, જેના પછી તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને થોડા કલાકો પછી તેમનું મોત નીપજ્યું હતું.

મલયાલમ ફિલ્મો સાથે સંકળાયેલા કેઆર સચિદાનંદન ઉર્ફે સૈકીના સાથીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સૈકીને મગજની બીમારી પણ હતી. તે બીજી વખત તેમની હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી રહ્યા હતા, જે દરમિયાન તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. કે.આર. સચિદાનંદને ઘણી મહાન ફિલ્મોનું દિગ્દર્શન અને સ્ક્રિપ્ટ લખી છે. તેમણે ‘ચેટ્ટીયાર’, ‘શર્લક ટોમ્સ’, ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ જેવી ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું છે. વર્ષ 2015 માં તેમણે ફિલ્મ અનારકલીથી દિગ્દર્શન ક્ષેત્ર પગ મુક્યો હતો.

આપને જણાવી દઈએ કે આ દિવસોમાં એક પછી એક ખરાબ સમાચાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવી રહ્યા છે. બોલીવુડના ઇરફાન ખાન, રિષિ કપૂર, વાજિદ ખાન અને તે પછી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી બધાને આંચકો લાગ્યો, જ્યારે દક્ષિણની ફિલ્મ્સ સ્ટાર ચિરંજીવી સરજાના મોતથી પણ ચાહકો નાખુશ થયા અને હવે મલયાલમ ફિલ્મ્સના ડાયરેક્ટર કે.આર. સચિદાનંદનના મૃત્યુના સમાચાર આવ્યા છે.

વર્ષ 2020 માં, જ્યાં કોરોના વાયરસથી આખી દુનિયામાં ચકચાર મચી ગઈ છે, ત્યાં એક પછી એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવતા ખરાબ સમાચારથી પણ ચાહકો નિરાશ થયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.