Not Set/ જયા પ્રદાએ જણાવી તેમની ઈચ્છા કહ્યું કે અમિતાભ બચ્ચન સાથે માંગે કામ કરવા…

મુંબઈ બોલીવુડ અભિનેત્રી જયા પ્રદા 80ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણે કેટલીક હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ત્યારબાદ આ ટોચની અભિનેત્રીએ બોલીવુડ છોડીને પોલિટિક્સમાં પોતાનુ નસીબ અજમાવવાનુ શરુ કર્યુ.  જો કે હાલ તે ટેલિવિઝન શો પરફેક્ટ પતિને લઈ ચર્ચામાં છે. આ ટીવી સીરિયલ મારફતે તે ટીવી પડદે પોતાના અભિનયને […]

Uncategorized
Jaya Prada જયા પ્રદાએ જણાવી તેમની ઈચ્છા કહ્યું કે અમિતાભ બચ્ચન સાથે માંગે કામ કરવા...

મુંબઈ

બોલીવુડ અભિનેત્રી જયા પ્રદા 80ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેણે કેટલીક હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. ત્યારબાદ આ ટોચની અભિનેત્રીએ બોલીવુડ છોડીને પોલિટિક્સમાં પોતાનુ નસીબ અજમાવવાનુ શરુ કર્યુ.  જો કે હાલ તે ટેલિવિઝન શો પરફેક્ટ પતિને લઈ ચર્ચામાં છે.

संबंधित इमेज

આ ટીવી સીરિયલ મારફતે તે ટીવી પડદે પોતાના અભિનયને રજુ કરવા જઈ રહી છે. રુપેરી પડદે જયા અને અમિતાભ બચ્ચનની જોડીને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી છે. ત્યારે હવે જયા પ્રદા ફરી એકવાર બિગ બી સાથે કામ કરવા ઇચ્છે છે.  એક ઈન્ટરવ્યુ દરમિયાન જયા પ્રદાએ જણાવ્યુ કે જો તક મળશે તો હું ફરી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવા ઈચ્છુ છું.

jaya prada amitabh bachchan के लिए इमेज परिणाम

જયા પ્રદાએ વધુમાં જણાવ્યુ કે, અમારા શો એક જ દિવસે પ્રિમીયર થયા છે. અમિત જી અને મેં પોતાની ફિલ્મી કરીયરમાં લાંબો રસ્તો કાપ્યો છે. જેટલી ફિલ્મો અમે સાથે કરી છે, તે તમામ મારા માટે ખૂબ જ ઉપયોગી છે. તે ખૂબ જ સારા અભિનેતા છે અને તેમના જેવા અભિનેતા સાથે કામ કરવુ હંમેશા એક સારો અનુભવ હોય છે, હું તેમને હંમેશા શુભકામના પાઠવુ છું. જયાએ જણાવ્યુ કે જો ભવિષ્યમાં તક મળશે તો હું જરુર તેમની સાથે કામ કરીશ.