Not Set/ ધોનીએ દીકરી ઝિવાને ગુજરાતીમાં પુછ્યું : કેમ છો? તો પુત્રી તરફથી કઇંક આવો જવાબ મળ્યો

ચેન્નાઇ, એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપરકિંગ્સને આ સીઝનની આઇપીએલની પહેલી જ મેચ જીતી લીધી છે.ચેન્નાઇ સુપર કિંગે આઈપીએલ-12ના પહેલા મુકાબલામાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લરને સાત વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી. મેચ જીત્યા બાદ ટીમનો કેપ્ટન ધોની રિલેક્સ મુડમાં જણાતો હતો. જીત મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પોતાની દીકરી ઝિવા સાથે ક્વોલિટી સમય પસાર […]

Uncategorized
dhoni 30 4 2018 ધોનીએ દીકરી ઝિવાને ગુજરાતીમાં પુછ્યું : કેમ છો? તો પુત્રી તરફથી કઇંક આવો જવાબ મળ્યો

ચેન્નાઇ,

એમએસ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપરકિંગ્સને આ સીઝનની આઇપીએલની પહેલી જ મેચ જીતી લીધી છે.ચેન્નાઇ સુપર કિંગે આઈપીએલ-12ના પહેલા મુકાબલામાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લરને સાત વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી.

મેચ જીત્યા બાદ ટીમનો કેપ્ટન ધોની રિલેક્સ મુડમાં જણાતો હતો. જીત મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પોતાની દીકરી ઝિવા સાથે ક્વોલિટી સમય પસાર કર્યો.ધોનીએ તેની દીકરી ઝિવાને ગુજરાતી સહિત જુદી જુદી ભાષામાં ‘કેમ છો..’ પુછ્યું હતું,જેનો ઝિવાએ સાચો જવાબ આપ્યો હતો.

Instagram will load in the frontend.

ધોનીએ પોતાની દીકરીની ભાષાનો ટેસ્ટ લીધો અને ખાસ વાત એ રહી કે તેને દીકરી તરફથી બધી જ ભાષામાં જવાબ મળ્યા. ધોનીએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

વીડીયોમાં સાંભળવા મળે છે તેમ ધોની પોતાની દીકરી ઝિવાને ઘણી ભાષામાં પુછી રહ્યો છે : ‘કેમ છો…’ ઝિવા તેના અકદમ સાચા જવાબ આપી રહી છે. ધોનીએ બંગાળી, ગુજરાતી, ભોજપુરી સહિત ઘણી ભાષામાં ઝિવાને પૂછ્યું, કેમ છે? આ બધાના જવાબ ઝિવાએ તે જ ભાષામાં આપ્યા.

જવાબ સાંભળીને ધોનીએ તાળી વગાડીને દીકરીનો ઉત્સાહ વધાર્યો.

ઉલ્લેખનીય છે કે ધોની ઘણીવાર ઝિવા સાથે પોતાના ફની વીડિયો વાઈરલ કરતો રહે છે. હાલમાં ધોની આઈપીએલમાં વ્યસ્ત છે અને પોતાની ફ્રેન્ચાઈઝી સીએસકેને ચોથી વખત ચેમ્પિયન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. ધોની પાછલા થોડા સમયથી ખૂબ સારા ફોર્મ છે અને તેનું ધ્યાન આગામી વર્લ્ડકપ પર છે