Not Set/ દુલ્હન બની કિન્નર વહુની સાસુ કામ્યા પંજાબી, લગ્નના ફોટો આવ્યા સામે

ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીના ઘરે આ દિવસોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે સગાઈ કર્યા બાદ અભિનેત્રીએ આજે સોમવારે લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. કામ્યા પંજાબીના લગ્નના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જેમાં તે દુલ્હન લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે ટીવી […]

Uncategorized
Untitled 99 દુલ્હન બની કિન્નર વહુની સાસુ કામ્યા પંજાબી, લગ્નના ફોટો આવ્યા સામે

ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીના ઘરે આ દિવસોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે સગાઈ કર્યા બાદ અભિનેત્રીએ આજે સોમવારે લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. કામ્યા પંજાબીના લગ્નના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જેમાં તે દુલ્હન લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી હાલમાં ટીવી શો ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી’માં કિન્નર બહુ સૌમ્યા (રુબીના દિલાક) ની સાસુની ભૂમિકા નિભાવી રહી છે. ફોટોમાં કામ્યા પંજાબી તેના લગ્નમાં લાલ લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે તેનો પતિ શલભ ક્રિમ શેરવાનીમાં હેન્સમ લાગી રહ્યો છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

સામે આવેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હસતાં-હસતાં કામ્યા પંજાબી કેવી રીતે તેના પતિના ગળા પર વરમાળા પહેરાવી રહી છે. કામ્યા પંજાબીના લગ્ન પંજાબી રિવાજો સાથે થયા છે. આ લગ્નમાં ટીવી અને બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પહેલા કમ્યા પંજાબીની સગાઈ અને મહેંદી-સંગીતનાં ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે એક્ટ્રેસના લગ્નના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે શલભ સાથે કામ્યાના આ બીજા લગ્ન છે. કામ્યાના પહેલા લગ્ન બિઝનેસમેન બંટી નેગી સાથે થયા હતા. આપને જણાવી દઈએ કે 40 વર્ષીય કામ્યાએ બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા અને તે બિગ બોસ સીઝન 10 નો ભાગ રહી હતી. પરંતુ લગ્નના 10 વર્ષ બાદ કામ્યાએ 2013 માં તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. બંનેની આરા નામની પુત્રી છે જે કામ્યા સાથે રહે છે. શલભને પણ દસ વર્ષનો પુત્ર છે.

કામ્યાએ શલભ સાથેની તેની મુલાકાત વિશે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારી અને શલભે ફેબ્રુઆરીથી વાત શરૂ કરી હતી. શલભે મને મળ્યાના થોડા જ દિવસો પછી મને પ્રપોઝ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.