Not Set/ શું ભારત માતાની જય પર ચૂપ રહ્યા કેજરીવાલ ? ભાજપના નેતા મનોજ તિવારીએ વિડિયો શેર કરી સાધ્યું નિશાન

74 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી ભારત માતા કી જય ના નારા લગાવી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠેલા એક વીવીઆઈપી મૌન બેઠેલા જોવા મળ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે […]

Uncategorized
9b6231c89139625fcd5539d37ff90116 1 શું ભારત માતાની જય પર ચૂપ રહ્યા કેજરીવાલ ? ભાજપના નેતા મનોજ તિવારીએ વિડિયો શેર કરી સાધ્યું નિશાન

74 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી ભારત માતા કી જય ના નારા લગાવી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠેલા એક વીવીઆઈપી મૌન બેઠેલા જોવા મળ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીએ વીડિયો શેર પર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

મનોજ તિવારીએ ટ્વિટ કર્યું કે આજે ભારતના પ્રખ્યાત વડા પ્રધાને લાલ કિલ્લાની પ્રાચીરથી ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા, ખબર નથી કેમ આ એક વ્યક્તિને ભારત માતા કી જયથી શું સમસ્યા છે? અરવિંદ કેજરીવાલ જી, આ તમે છો? મનોજ તિવારીએ ટ્વીટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વડા પ્રધાન લાલ કિલ્લા પરથી જયઘોષ કરી રહ્યા છે.

વીડિયોમાં કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી, નીતિન ગડકરી, જેપી નડ્ડા અને રમેશ પોખરીયાલ નિશાંક નજરે પડે છે. વડા પ્રધાન જ્યારે ભારત માતા કી જય ના નારા લગાવી રહ્યા હતા, ત્યારે આ બધા હાથ ઉભા કરી રહ્યા હતા અને વડા પ્રધાન સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. પરંતુ સાથે બેઠેલા વીવીઆઈપી શાંત બેઠેલા હતા. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.