કાળમુખો કોરોના વાઇરસ હજુ પણ અખા વિશ્વને ભરડામાં લઇને બેઠો છે. સમગ્ર વિશ્વમાં સારા નરસા પ્રસંગોની ઉજવણી પર પ્રતીબંધ છે. લગ્ન કે અંત્યોષ્ઠી જેવા સારા માઠા પ્રસંગોમાં પણ લોકો એકઠા નથી થઇ શકતા, ત્યારે ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ એટલે કે બીજી ઓક્ટોબર પણ મહદ આંશે દેશભરમાં માત્ર શુભેચ્છા સંદેશાઓ પાઠવીને ઉજવાઈ ગયો છે.
મહાત્માનો જન્મદિવસ હોય એટલે સ્વાભાવીક રીતે જ દુનિયાનાં કોઇ પણ ખુણે વસતા ભારતીયને તેની ઉજવણી કરવાની મહેચ્ચ્છાતો હોય જ. બસ, આવી જ રીતે અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા અને ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા ગુજરાતનાં પનોતા પુત્ર બાપુનાં જન્મદિવસને યાદગાર બનાવવા માટે અમેરિકા સ્થિત ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા જહેમત લેવામાં આવી હતી. જો કે, સાપ્રાંત સમય અનુસાર મહાત્મ ગાંધીની જન્મ જ્યંતિની ઉજવણી આ વખતે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા સાદગીથી ઉજવવામાં આવી હતી. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન વતી શ્રૃજલ પરીખ દ્વારા મહાત્માની પ્રતિમાને હાર પહેરાવી – પુષ્પગુચ્છ અર્પણ કરી સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોસિએશન વતી અમેરિકા ખાતે હર હમેશા વિવિધ ભારતીય તહેવારો સહિત 15 ઓગષ્ટ – 26 જાન્યુઆરી જેવા તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.
જુઓ કેવી રીતે અમેરીકામાં ઉજવાયો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
