Not Set/ ફ્લોરિડામાં ઇરમાના કહેરના કારણે ઘોષિત કરવામાં આવી ઈમરજન્સી, ૫૦ લાખનું સ્થળાંતર

અમેરિકામાં ઈરમાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રવિવારે પરોઢિયે અમેરિકાના પૂર્વ કાંઠાના રાજ્ય ફ્લોરિડામાં ઇરમા ત્રાટકવાની વકીના કારણે ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી રહી છે. અંદાજે ૫૦ થી ૬૦ લાખ લોકોને ફ્લોરિડા છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર ચાલી રહ્યું છે. ઇરમા વાવાઝોડું ફરીથી ચોથામાંથી પાંચમી કેટેગરીમાં આવી […]

World

અમેરિકામાં ઈરમાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રવિવારે પરોઢિયે અમેરિકાના પૂર્વ કાંઠાના રાજ્ય ફ્લોરિડામાં ઇરમા ત્રાટકવાની વકીના કારણે ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી રહી છે. અંદાજે ૫૦ થી ૬૦ લાખ લોકોને ફ્લોરિડા છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતર ચાલી રહ્યું છે.

ઇરમા વાવાઝોડું ફરીથી ચોથામાંથી પાંચમી કેટેગરીમાં આવી ગયું છે. રવિવારે વહેલી સવાર સુધીમાં ઇરમા વાવાઝોડું ફ્લોરિડા પર 240 કિમી/કલાકની ઝડપે ત્રાટકી શકે છે. એક સાથે ૫૦ થી ૬૦ લાખ લોકોનું સ્થળાંતર કરાતા હાઈ વે પર પણ ટ્રાફિક જામ સર્જાયો છે. ઇરમાને કારણે માત્ર મિયામી શહેરમાં જ 8 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજો છે.

ઉલ્લેખનિય છે કે, ઇરમા વાવાઝોડાં એ કેરેબિયન ટાપુઓ પર જે વિનાશ વેર્યો છે તેમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. બાર્બુડા અને સેંટ માર્ટિન ટાપુઓ 90 ટકા સુધી સાફ થઇ ગયા છે. ઇરમાને કારણે ક્યૂબાના ઉત્તરીય કાંઠાના વિસ્તારો પર પણ ખતરો છે.