Not Set/ બનાસકાઠાઃ LCB એ 11.75 લાખની કિમતનો દારૂ જપ્ત કર્યો, આરોપી ભાગત પોલીસ શંકાના ઘેરામાં

બનાસકાઠાઃ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કર્યા બાદ પણ બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરતા હોવાનો પુરાવો બનાસકાઠામાં સામે આવ્યો છે. બનાસકાઠામાં એલસીબીની ટીમે 11.75 લાખનો દારૂ જપ્ત કર્યો છે. એલસીબીની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે કેમ કે આરોપીને ભાગાડી મુકાવામાં આવ્યા છે કે, આરોપી ભાગી ગયા છે. બનાસકાંઠાના અંબાજી નજીક ધાબાવાળી વાવ પાસે એક […]

Uncategorized

બનાસકાઠાઃ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કર્યા બાદ પણ બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરતા હોવાનો પુરાવો બનાસકાઠામાં સામે આવ્યો છે. બનાસકાઠામાં એલસીબીની ટીમે 11.75 લાખનો દારૂ જપ્ત કર્યો છે. એલસીબીની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે કેમ કે આરોપીને ભાગાડી મુકાવામાં આવ્યા છે કે, આરોપી ભાગી ગયા છે.

બનાસકાંઠાના અંબાજી નજીક ધાબાવાળી વાવ પાસે એક ટ્રકની તલાસી લેતા તેમાથી 11.75 લાખની કિમતની 172 પેટી મળી આવી હતી. આ સાથે LCB એ કુલ 16.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પણ  મામલે પોલીસની કામગીરી શંકાના ઉપજે છે. કેમ કે, ટ્રકને ઉભી રાખતા આરોપી ભાગી કેવી રીતે શકે શું પોલીસે તેમનો પીછો નહોતો કર્યો.. કે જાણી જોઇને આરોપીઓને ભગાડી મુકવામાં આવ્યા છે.

બે દિવસ પહેલાજ વટહૂકમ બહાર પાડીને રાજ્ય સરકારે દારૂ બંધીને કડક બનાવી છે. તે મુજબ દારૂના ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારો 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થશે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારને 10 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દારૂ પીને તોફાન કરનારને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે.