Not Set/ બાપુ કરશે સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન?

રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે જણાવ્યું હતું કે, તેઓ હાલ કોંગ્રેસમાં જ છે પરંતુ પક્ષને ચૂંટણીનું હોમવર્ક અત્યારથી જ શરુ કરી દેવાની જરુર છે. બાપુએ જણાવ્યું હતું કે, હું મારા સમર્થકો તેમજ શુભચિંતકોને મળીને તેમની સલાહ લઈશ અને 24મી તારીખે મારો નિર્ણય જાહેર કરીશ.બાપુએ મીડિયા પર પણ પોતાના વિશે પાયાવિહોણા […]

Uncategorized

રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે જણાવ્યું હતું કે, તેઓ હાલ કોંગ્રેસમાં જ છે પરંતુ પક્ષને ચૂંટણીનું હોમવર્ક અત્યારથી જ શરુ કરી દેવાની જરુર છે. બાપુએ જણાવ્યું હતું કે, હું મારા સમર્થકો તેમજ શુભચિંતકોને મળીને તેમની સલાહ લઈશ અને 24મી તારીખે મારો નિર્ણય જાહેર કરીશ.બાપુએ મીડિયા પર પણ પોતાના વિશે પાયાવિહોણા અહેવાલો પ્રસિદ્ધ કરવાનો આરોપ મૂક્યો હતો અને તેને તેનાથી દૂર રહેવા કહ્યું હતું… બાપુએ જણાવ્યું હું કે મારા વિશે છેલ્લા એક-દોઢ મહિનાથી ગમે તેમ લખાઈ રહ્યું છે. ચોથી જાગીરને પણ મારી સાથે વાત કર્યા વગર મારા વિશે આવું કંઈ લખવાનો હક્ક નથી..બાપુએ આજે પત્રકારો સાથે વાત કરતા ફરી એક વાર ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ સીએમ બનવા નથી ઈચ્છતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને નુક્સાન થાય તેવું મેં ક્યારેક કોઈ કામ નથી કર્યું. હું એવું દ્રઢ પણે માનું છું કે, વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ કરવી જરુરી છે. એટલું જ નહીં, બાપુએ એમ પણ કહ્યું હતું કે, તેમનો ભાજપમાં જવાનો કોઈ સવાલ જ નથી કે ન તો તેઓ કોઈ અલગ રાજકીય મંચ ઉભો કરવા તેઓ માગે છે…બાપુએ કહ્યું હતું કે, એનસીપી તેમજ જેડીયુ સાથે જોડાણ અંગે પણ વિચારણા થવી જોઈએ…