કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચૂટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો સહિત તમામને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણીમાં જવું નહીં. આ બાબતની તમામને ટેલિફોનિક સુચના પણ અપાઇ રહી છે. કોર કમિટીએ બાપુને જન્મદિવસને રાજકીય સમરાંગણ બનાવાશે. પાર્ટી તે બાબતને ગંભીર ગણીને સ્વીકારશે નહીં તેવી ચિમકી પણ આપી છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા શંકરસિંહે કહ્યું હતું કે, પાર્ટીને હક છે પોતાના કાર્યકરોને રોકવાનો, બાકી જેને આવું હોય તે આવે, ના આવું હોય તે ન આવે. પાર્ટી નહીં પરંતુ હવે હું કાર્યવાહી કરીશ.’બાપુનો જન્મ દિવસ છે ત્યારે તેઓ ગાંધીનગરમાં કાર્યક્રમ યોજવાના છે ત્યારે કોંગ્રેસ તેને લઈને પ્રતીક્રીયા આપતા જણાવ્યું હતું કે બાપુના કાર્યક્રમમા જવું નહીં જેનો વળતો જવાબ શંકરસિંહના પુત્ર મહેન્દ્ર સિંહે આપ્યો છે.. બાપુની રાજકીય સફની વાત કરીએ તો શંકરસિંહે જનસંઘથી કરી રાજકીય સફરની શરૂઆત કરી હતી….અને ત્યાર બાદ જનસંઘનું ભાજપમાં વિલિનીકરણ થયું….૧૯૯૫માં શંકરસિંહને સીએમ બનાવવાની ચર્ચાઓ હતી..પરંતુ કેશુભાઇને સીએમ બનાવાતા બાપુ નારાજ થયા..તો ૧૯૯૬માં ગોધરા બેઠક પરથી તેમનો પરાજય થયો..પરાજયને કારણે બાપુ ભાજપ પર રોષે ભરાયા હતા..૧૯૯૬માં કેશુભાઇ સામે બળવો કર્યો અને રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી..ઓક્ટોબર ૧૯૯૭માં કોંગ્રેસના હાઈકમાન્ડને તેમનું સીએમ પદ મંજૂર ન હોવાથી તેમણે સીએમ પદેથી રાજીનામું આપ્યું અને ૧૯૯૮માં રાજપા નું કોંગ્રેસમાં કર્યું વિલનીકરણ..જે બાદ ૧૯૯૯ અને ૨૦૦૪માં કોંગ્રેસ તરફથી સાંસદ બન્યા.જો કે ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી તેમની હાર થઈ..૨૦૧૪માં પણ લોકસભાની ચૂંટણીમાં તેમની હાર થઈ..હાલ તેઓ કપડવંજના ધારાસભ્ય અને વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે કાર્યરત છે..
Not Set/
બાપુ કોંગ્રસ કે લિયે હાનિકારક હેં?
કોંગ્રેસની બેઠકમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ચૂટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો સહિત તમામને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની ઉજવણીમાં જવું નહીં. આ બાબતની તમામને ટેલિફોનિક સુચના પણ અપાઇ રહી છે. કોર કમિટીએ બાપુને જન્મદિવસને રાજકીય સમરાંગણ બનાવાશે. પાર્ટી તે બાબતને ગંભીર ગણીને સ્વીકારશે નહીં તેવી ચિમકી પણ આપી છે. આ […]
