Not Set/ બાબરી કેસ/ ચુકાદા બાદ અડવાણીએ લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા, કહ્યું – આજે ખુશીનો દિવસ

સીબીઆઈની વિશેષ અદાલતે 6 ડિસેમ્બર, 1992 ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવાના કેસમાં બહુ રાહ જોઈ રહેલા ચુકાદાના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. વિશેષ અદાલતના ન્યાયાધીશ એસ.કે. યાદવે પોતાના ચુકાદામાં કહ્યું કે બાબરી મસ્જિદનું ધ્વંસ પૂર્વનિર્ધારિત નહોતું, તે આકસ્મિક ઘટના છે. આ નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું […]

Uncategorized
b9982d34ced0769674ac3f01d3806358 1 બાબરી કેસ/ ચુકાદા બાદ અડવાણીએ લગાવ્યા 'જય શ્રી રામ'ના નારા, કહ્યું - આજે ખુશીનો દિવસ

સીબીઆઈની વિશેષ અદાલતે 6 ડિસેમ્બર, 1992 ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવાના કેસમાં બહુ રાહ જોઈ રહેલા ચુકાદાના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. વિશેષ અદાલતના ન્યાયાધીશ એસ.કે. યાદવે પોતાના ચુકાદામાં કહ્યું કે બાબરી મસ્જિદનું ધ્વંસ પૂર્વનિર્ધારિત નહોતું, તે આકસ્મિક ઘટના છે. આ નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિશેષ અદાલતનો આજનો નિર્ણય ખૂબ મહત્વનો છે, જ્યારે તેમણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે જય શ્રી રામ કહીને તેનું સ્વાગત કર્યું.

સીબીઆઈની વિશેષ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે હું Babri Masjid Demolition Case માં વિશેષ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાનું હ્રદયથી સ્વાગત કરું છે. આ ચુકાદાથી રામ જન્મભૂમિ આંદોલન પ્રતિ મારા વ્યક્તિગત અને ભાજપના વિશ્વાસ તથા પ્રતિબદ્ધતાની જાણ થાય છે. 

આ કેસમાં આરોપી રહેલા ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે આ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે. જેનાથી સાબિત થાય છે કે અયોધ્યામાં 6 ડિસેમ્બરના રોજ ઘટેલી ઘટના કોઈ ષડયંત્ર નહતું. અમારો કાર્યક્રમ અને રેલીઓ કોઈ ષડયંત્રનો ભાગ નહતી. અમે ખુશ છીએ, દરેકે હવે રામ મંદિરના નિર્માણને લઈને ઉત્સાહિત હોવું જોઈએ. 

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે પણ કૉર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહે ગાઝિયાબાદની હૉસ્પિટલમાં આ ચુકાદો સાંભળ્યો. સીબીઆઈની વિશેષ અદાલતે બુધવારના પોતાનો ચુકાદો સંભળાવ્યો અને કહ્યું કે આ ઘટના પૂર્વ આયોજિત નહોતી, પરંતુ અચાનક બની. આ કહેતા કૉર્ટે કેસમાં તમામ 32 આરોપીને નિર્દોષ જાહેર કર્યા. સીબીઆઈ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે તેમના તરફથી અત્યારે કોઈ સત્તાવાર ટિપ્પણી આપવામાં આવી નથી. એટલે કે સીબીઆઈ અત્યારે આગળની એક્શનનો ઇંતઝાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.