Not Set/ અમાસ અને સૂર્યગ્રહણને લઇને ડાકોરનાં રણછોડરાયજી મંદિરમાં આવો રહશે દર્શનનો સમય…

કાલે ઘટવા જઇ રહેલી મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાને કારણે ખેડા જીલ્લાનાં ડાકોરમાં આવેલ જગત પ્રખ્યાત રણછોડરાયજી મંદિર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આવતી કાલ એટલે કે અમાસ અને સૂર્યગ્રહણને લઇને રણછોડરાયજી મંદિર પ્રશાસને જાહેર કર્યુ છે કે, કાલે ડાકોરમાં બંધ બારણે જ બપોરે આરતી થશે.  અમાસના દિવસે સૂર્યગ્રહણ હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે. વિદિત છે કે કાલનો […]

Uncategorized
953b6c5b688a9eb200242c239bb1e7b1 અમાસ અને સૂર્યગ્રહણને લઇને ડાકોરનાં રણછોડરાયજી મંદિરમાં આવો રહશે દર્શનનો સમય...

કાલે ઘટવા જઇ રહેલી મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાને કારણે ખેડા જીલ્લાનાં ડાકોરમાં આવેલ જગત પ્રખ્યાત રણછોડરાયજી મંદિર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આવતી કાલ એટલે કે અમાસ અને સૂર્યગ્રહણને લઇને રણછોડરાયજી મંદિર પ્રશાસને જાહેર કર્યુ છે કે, કાલે ડાકોરમાં બંધ બારણે જ બપોરે આરતી થશે. 

અમાસના દિવસે સૂર્યગ્રહણ હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે. વિદિત છે કે કાલનો દિવસ સૌથી લાંબો દિવસ હોવાની સાથે સાથે અમાસ અને સુર્યગ્રહણ હોવાનાં  કારણે ભારતીય પરંપરા અને વૈદિક પરંપરા અનુસાર ઘાર્મિક રીતે મહત્વનો દિવસ છે. સૂર્યગ્રહણને લઇને મંદિરો બપોર બાદ જ ખુલશે અને ડાકોરમાં 2.45 વાગ્યે મંદિર ખુલશે ત્યારે જ મંગળા આરતી થશે. ઉલ્લેખનીય છે કે, મંગળા આરતી વહેલી સવારે 4.30ની આસપાસ સામાન્ય દિવસમાં થાય છે, જે કાલે બપોરનાં સમયે થશે.

વધુમાં જાણવામાં આવે છે કે, વૈષ્ણવ માટે 3 વાગે મોટા દરવાજાનાં દર્શન ખુલશે. 3.45 થી 4.10 સુધી ત્રણ ભોગ ધરાવાશે. બાલભોગ, શણગારભોગ, ગોવાળભોગ દાર્શીક સમયે ધરાવાશે. જો કે, આ સમય દરમિયાન પણ દર્શન બંધ રહેશે. ફરી 4.15 થી 4.30 સુધી મોટા દરવાજા દર્શન માટે ખોલાશે અને 5 વાગ્યા બાદ વૈષ્ણવોને મંદિર પ્રવેશ બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews