Not Set/ 4 હસિયાં, ચપ્પલ અને વેરવિખેર વસ્તુઓ, હાથસાર કેસમાં આ દ્રશ્યનો વીડિયો બહાર આવ્યો

હાથરસ કેસ મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 14 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ મેદાનમાં શૂટ કરાયેલા આ વીડિયોમાં ચપ્પલ, હસિયાં(દાતરડા જેવુ એજાર) અને અન્ય વસ્તુઓ વેરવિખેર જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ઘણા લોકો હતા. આ સાથે, એવું […]

Uncategorized
b2898c08fb5190e0cbdb480aad3239d8 1 4 હસિયાં, ચપ્પલ અને વેરવિખેર વસ્તુઓ, હાથસાર કેસમાં આ દ્રશ્યનો વીડિયો બહાર આવ્યો

હાથરસ કેસ મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 14 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ મેદાનમાં શૂટ કરાયેલા આ વીડિયોમાં ચપ્પલ, હસિયાં(દાતરડા જેવુ એજાર) અને અન્ય વસ્તુઓ વેરવિખેર જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ઘણા લોકો હતા. આ સાથે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાની માતા થોડા જ અંતરે હતી,જેથી તેણી સુધી અવાજ પહોંચી શકતો હતો.

પોલીસનો દાવો છે કે,આ ઘટના સ્થળે પહોંચ્યા બાદ વીડિયો શૂટ કરવામાં આવ્યું હતું. વીડિયોમાં 4 હસિયાં(દાતરડા જેવુ એજાર), ચપ્પલ અને અન્ય વસ્તુઓ વેરવિખેર જોવા મળે છે જે સાબિત કરે છે કે ઘટના સમયે ઘણા લોકો ત્યાં હાજર હતા. હવે આ વીડિયો સામે આવ્યા બાદ યુપી પોલીસનું કહેવું છે કે તેને પુરાવા તરીકે સીબીઆઈને સોંપવામાં આવશે, જેથી તપાસ એજન્સીને ઘટના બાદની પરિસ્થિતિ વિશે માહિતી મળી શકે.

આપને જણાવી દઇએ કે, 14 સપ્ટેમ્બરના રોજ હાથરસ જિલ્લાના એક ગામમાં 19 વર્ષિય દલિત યુવતી પર ચાર છોકરાઓએ ગેંગરેપ કર્યો હતો. બાદમાં 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આ યુવતીનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પછી તરત જ પોલીસે યુવતીના મૃતદેહનાં ઉતાવળમાં રાત્રે અંતિમ સંસ્કાર કરી દીધા હતા, ત્યારબાદ ભારે હંગામો થયો હતો. 

પરિવારનું કહેવું છે કે પોલીસે પીડિતાની અંતિમ વિધિ પોલીસની સ્વતંત્ર ઇચ્છાથી કરી હતી, જ્યારે પોલીસે આ દાવાઓને નકારી દીધા છે. ઘટનાને લઈને વિવિધ સ્થળોએ દેખાવો શરૂ થયા હતા. વિપક્ષ આક્રમક બન્યો. અને બાદમાં યુપી સરકારે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી અને પીડિતાના પરિવાર અને વિપક્ષી આરોપોની તપાસના આદેશ આપ્યા. પરંતુ આ કૌભાંડ અંગે સરકાર અને પોલીસની કાર્યવાહી અંગે પ્રશ્નો ઉભા થયા હતા, જેના પછી સોમવારે યુપી સરકારે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews