Not Set/ બાબરી ધ્વંસ મામલોઃ અડવાણી,જોશી અને ઉમા ભારતીની વધી શકે છે મુશ્કેલી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે બાબરી ધ્વંસ મામલે આરોપીઓ વિરુધ સુનવણીમાં મોડુ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું છે કે, આ મામલે ન્યાયિક પ્રક્રીયાને ગતી આપવા માટે તમામ આરોપિયો વિરુદ્ધ સંયુક્ત રીતે સુનવણી કરવામમાં આવી શકાય છે. આ મામલે સોમવારે સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણીથી ભાજપાના વિરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને […]

Uncategorized
bjp 06 03 2017 1488788694 storyimage બાબરી ધ્વંસ મામલોઃ અડવાણી,જોશી અને ઉમા ભારતીની વધી શકે છે મુશ્કેલી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે બાબરી ધ્વંસ મામલે આરોપીઓ વિરુધ સુનવણીમાં મોડુ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું છે કે, આ મામલે ન્યાયિક પ્રક્રીયાને ગતી આપવા માટે તમામ આરોપિયો વિરુદ્ધ સંયુક્ત રીતે સુનવણી કરવામમાં આવી શકાય છે.

આ મામલે સોમવારે સુપ્રિમ કોર્ટની આ ટિપ્પણીથી ભાજપાના વિરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કેંદ્રીય  મંત્રી ઉમા ભારતીની મુશ્કેલી વધી શકે છે. સંભવ છે કે, આ લોકોને બાબરી તોડી પાડવાની સાજીશના આરોપનો સામનો કરવો પડી શકે છે.

એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુપ્રિમ કોર્ટ આ મામલે લખનઉ અને રાયબરેલીમાં ચાલી રહેલા અલગ અલગ મામલાને એક સાથે કરી દેવામાં આવે. હાજી   મહમૂદ અને સીબીઆઇની અરજી પર સુનવણી કરતા જસ્ટિસ પીસી ઘોષ અને જસ્ટિસ આરએફ નરીમને આજે આ ટિપ્પણી કરી છે.

સીબીઆઇએ પોતાની અરજીમાં ઇલાહબાદ હાઇકોર્ટના એ નિર્ણયને પડકાર ફેક્યો છે. જેમા અડવાણી, જોશી ,ઉમા અને યૂપીના તત્કાલીન સીએમ કલ્યાણ સિંહ સહિતના અન્ય આરોપીઓ બરી કરવામાં આવ્યા હતા.

પાછળની સૂનવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે તમામ આરોપીઓ પાસેથી જવાબ માંગ્યો છે.  એવી સંભાવના કરી છે કે, સુપ્રિમ કોર્ટ આ મામલે 22 માર્ચ થનાર આગામી સુનવણી અંતિમ નિર્ણય આપી શકે છે.