Not Set/ ભારતમાં લોકશાહી છે, જે જનતા ઇચ્છે તે જ થાય છે : ભીમ આર્મી અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ

  આઝાદ સમાજ પાર્ટીનાં વડા ચંદ્ર શેખર આઝાદે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, ‘ભારતમાં લોકશાહી છે, જે જનતા ઇચ્છે છે, તે થાય છે. અત્યારે પરિસ્થિતિ એવી નથી કે પરીક્ષા થાય કારણ કે કોરોના ચરમસીમાએ છે. લોકોને પોતાનો જીવ બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકાર પાસે આરોગ્ય […]

Uncategorized
f541b8caa0e85b01dbebae3de219dbb0 1 ભારતમાં લોકશાહી છે, જે જનતા ઇચ્છે તે જ થાય છે : ભીમ આર્મી અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ
 

આઝાદ સમાજ પાર્ટીનાં વડા ચંદ્ર શેખર આઝાદે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, ‘ભારતમાં લોકશાહી છે, જે જનતા ઇચ્છે છે, તે થાય છે. અત્યારે પરિસ્થિતિ એવી નથી કે પરીક્ષા થાય કારણ કે કોરોના ચરમસીમાએ છે. લોકોને પોતાનો જીવ બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. સરકાર પાસે આરોગ્ય સુવિધાઓ નથી પરંતુ સરકાર તાનાશાહી પર ઉતરી આવી ગઈ છે, જે NEET અને JEE ની પરીક્ષાઓ લઇ રહી છે. આપણે હમણા લોકોનાં જીવ બચાવવા જોઈએ. લોકોનો જીવ જશે, હું તેના વિરુદ્ધ છું.

તેમણે વધુમાં કહ્યું કે, ‘સરકાર ખાનગીકરણ કરી રહી છે. યુવાનોને રોજગારી મળી રહી નથી. યુપીમાં ગુનેગારોને સત્તાનું રક્ષણ છે. જ્યારે નક્કર કાર્યવાહી નહીં થાય અને જાતિ-ધર્મ જોઈને કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ગુનાખોરી વધશે. ભાજપનાં નેતાઓ જાતે ગુનાઓ કરી રહ્યા છે અને તેમને સુરક્ષા મળી રહી છે. આ ગુનાને પ્રોત્સાહન આપે છે. જનતા પરેશાન છે. કેટલીક દિકરી ડરનાં કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહી છે. જ્યારે વ્યક્તિ પોતાના લોકોનો હાથ પકડે છે તો કોઇનાં પગ પકડે છે. જો તેઓએ બહુજનનું કાર્ય કર્યું હોત, તો આજે આવો સમય ન આવતો. મૂર્તિ બનાવવાથી દેશ અને રાજ્યનું સારુ નહીં થાય.

આઝાદે કહ્યું, ‘આજે સરકાર વિભાગનો અંત લાવી રહી છે, રોજગારનો અંત લાવી રહી છે, યુવાનોનાં સપના મરી રહ્યાં છે. હવે જાતિ અને ધર્મનું રાજકારણ થઈ રહ્યું છે. જેનાથી લોકો સરકારનો વિરોધ ન કરે, તેમની હા મા હા કરે. બસપા બ્રાહ્મણનાં નામે પોતાનો એજન્ડા નક્કી કરી રહી છે. હવે દલિત અને બહુજન સમાજે તેમનું સમર્થન કરવાનું બંધ કરી દીધું છે. હવે તે તેમના મુદ્દા વિશે વાત કરતા નથી. જનતા સમજી ગઈ છે કે તે કોઈનું સારું નથી કરતા. અમારો પહેલો પ્રયાસ આપણા સંગઠનને મજબૂત બનાવવાનો છે. જ્યાં અમને લાગે છે કે ભાજપને રોકવા માટે કોઈની મદદ કરવાની જરૂર છે. જ્યાં એવું લાગશે કે બહુજન સમાજને સત્તા મળી શકે છે, તેઓ તેમને ત્યાં મોકલવાનું કામ કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારો મુખ્ય દુશ્મન ભાજપ છે કારણ કે તે ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેના સમયમાં ગુનાઓ વધી રહ્યા છે. દેશ નબળો પડી રહ્યો છે. દેશનાં યુવાનોએ ભાજપને અટકાવવો જરૂરી છે. મારી જામીન રદ્દ કરવા સરકારે અપીલ કરી છે, પરંતુ મને કોર્ટ પર વિશ્વાસ છે. જો સરકાર કોઈ જાતિ ધર્મ સામે ખોટું કરે તો હું ચૂપ રહી શકતો નથી. તેના બદલામાં સરકાર મારી વિરુદ્ધ કોઈ પણ નક્કર કાર્યવાહી કરે, મને પરેશાન કરે, જેલમાં મોકલે, કોઈ ત્રાસ આપે, હું ડરીશ નહીં. હું બહુજનની લડાઇ લડતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.