Not Set/ બાબર આઝમ પર બગડ્યા શોએબ અખ્તર, કહ્યુ- મેચમાં મને તે ખોવાયેલી ગાય જેવો લાગ્યો

  પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ટી-20 કેપ્ટન બાબર આઝમની ટીકા કરી છે અને તેની નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે. બીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડનાં હાથે પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ ખાતે બીજી ટી-20 મેચમાં જોરદાર પ્રદર્શન કરીને પાકિસ્તાની બેટ્સમેનોએ ઇંગ્લેન્ડ સામે 196 રનનો મજબૂત લક્ષ્યાંક […]

Uncategorized
 

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ટી-20 કેપ્ટન બાબર આઝમની ટીકા કરી છે અને તેની નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે. બીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડનાં હાથે પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ ખાતે બીજી ટી-20 મેચમાં જોરદાર પ્રદર્શન કરીને પાકિસ્તાની બેટ્સમેનોએ ઇંગ્લેન્ડ સામે 196 રનનો મજબૂત લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ મહેમાન ટીમનાં બોલરો આ લક્ષ્યનો બચાવ કરી શક્યા ન હોતા અને પરિણામ એ આવ્યું કે, યજમાનો પાંચ વિકેટથી મેચ જીતવામાં સફળ રહ્યા હતા.

અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “એવું લાગતું હતું કે બાબર આઝમ ખોવાયેલી ગાય જેવા લાગી રહ્યા હતા. તે મેદાનમાં હાજર હતો પણ તેમને શું કરવું તે ખબર નહોતી. તે જરૂરી છે કે બાબર આઝમને પોતે નિર્ણય લેવો જોઇએ. તેનાથી આવનારા સમયમાં તેની કેપ્ટનશીપમાં સુધારો થશે.” તેમણે કહ્યું, “બાબરને સમજવાની જરૂર છે કે તેને હમણા મળી રહેલી તકો હંમેશા ઉપલબ્ધ રહેશે નહીં. તેથી તેણે હમણા આનો લાભ લેવાની જરૂર છે.” પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 195 રન બનાવ્યા હતા. પરંતુ તેના બોલરો આ સ્કોરનો બચાવ કરી શક્યા ન હોતા અને ઇંગ્લેન્ડે પાંચ બોલ બાકી રહેતા પાંચ વિકેટે 199 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો – IPL 2020/ હવે આ બન્ને ટીમો વચ્ચે થઇ શકે છે સીઝનની પ્રથમ મેચ, CSK નું પત્તુ કટ

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત, અખ્તરે પાકિસ્તાનની ટીમ અને તેના ખેલાડીઓની તેમના અસુરક્ષિત અને ખરાબ સ્વભાવ માટે ટીકા કરી હતી. તેમણે કહ્યું, “પાકિસ્તાનની ટીમ બાયો સિક્યુર બબલમાં રમી રહી છે, જ્યાં દરેક ખેલાડી અસલામત છે. કોઇને પણ તે વિશે કોઇ વિચાર નથી કે તે સારા કેપ્ટન બનવા માંગે છે કે સારા બ્રાંડ. અખ્તરે કહ્યું, “મૂંઝવણભરી પસંદગી, મૂંઝવણભર્યું મેનેજમેન્ટ, કન્ફ્યુઝ્ડ કેપ્ટન, કન્ફ્યુઝ્ડ ટીમ અને દરેક મૂંઝવણમાં છે. આ રીતે ટીમ બની શકે નહી.” ઇંગ્લેન્ડ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે. આ મેદાન પર મંગળવારે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.