Not Set/ બિગ બોસ સીઝન 13નાં વિનર સિદ્ધાર્થ શુક્લા એકતા કપૂરની આ વેબ સીરીઝમાં મળશે જોવા

ટીવીનો સૌથી મોટો શો ‘બિગ બોસ 13‘ જીત્યા પછી ચાહકો સિદ્ધાર્થ શુક્લાનાં આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ સમાચાર તેમના માટે આનંદના બની શકે છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં એકતા કપૂરે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ કે વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફૂલ‘, માં વિક્રાંત મેસી અને હરલીન શેઠી […]

Uncategorized
687dbaba2d2db7438e3e4baab2bc18f6 બિગ બોસ સીઝન 13નાં વિનર સિદ્ધાર્થ શુક્લા એકતા કપૂરની આ વેબ સીરીઝમાં મળશે જોવા

ટીવીનો સૌથી મોટો શો બિગ બોસ 13જીત્યા પછી ચાહકો સિદ્ધાર્થ શુક્લાનાં આગામી પ્રોજેક્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ સમાચાર તેમના માટે આનંદના બની શકે છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં એકતા કપૂરે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યુ હતુ કે વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફૂલ‘, માં વિક્રાંત મેસી અને હરલીન શેઠી આ ત્રીજી સીઝનમાં જોવા મળશે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સાંભળવામાં આવી રહ્યું છે કે શો માટે મુખ્ય અભિનેતાનું નામ નક્કી થઈ ગયું છે. તેમની નજીકનાં એક સૂત્રએ કહ્યુ કે, ‘એકતા તે અભિનેતાઓને કાસ્ટ કરવા માંગતી હતી જે કહાનીનાં પ્લોટથી દર્શકોને તેવી જ રીતે આકર્ષિત કરે, જેના કે ગત લિડ્સે કર્યા હતા. જેમા સિદ્ધાર્થ શુક્લાને ફાઇનલ કરવામાં આવ્યો છે.

બ્રોકન બટ બ્યુટિફૂલપ્રેમ અને સંબંધોની એક ટ્વિસ્ટેડ વાર્તા છે, જે ઓલ્ટ બાલાજી પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે. દમદાર કંટેટ અને દિલ જીતી લેતા મ્યુઝિક સાથે ગત બે હપ્તાઓએ દર્શકોનું દિલ જીતી લીધુ હતુ, તે જ કારણ છે કે તે બંને સીઝન હિટ સાબિત થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.