Not Set/ બિગ બોસ 11: લકઝરી બજેટ ટાસ્કે તોડી આકાશ, પુનિશ અને બંદગીની દોસ્તી, વિકાસને મળયું ગુપ્ત કાર્ય

બિગ બોસ 11માં એવું લાગે છે કે શિલ્પા શિંદે અને હીના ખાને વિકાસ ગુપ્તા સામે સાજિશ રચવા હાથ મિલાવ્યા છે. નવા લકઝરી બજેટ કાર્ય દરમિયાન વિકાસને હેરાન કરવા માટે તેમને કોઈ કસર બાકી ન રાખી હતી. કાર્ય શરૂ થતાં જ શિલ્પા શિંદેએ દલીલ કરવાની ચાલુ કરી દીધી હતી. પછી શિલ્પા અને હીનાએ મળીને વિકાસ ગુપ્તાના […]

Entertainment
news01.09.17 6 બિગ બોસ 11: લકઝરી બજેટ ટાસ્કે તોડી આકાશ, પુનિશ અને બંદગીની દોસ્તી, વિકાસને મળયું ગુપ્ત કાર્ય

બિગ બોસ 11માં એવું લાગે છે કે શિલ્પા શિંદે અને હીના ખાને વિકાસ ગુપ્તા સામે સાજિશ રચવા હાથ મિલાવ્યા છે. નવા લકઝરી બજેટ કાર્ય દરમિયાન વિકાસને હેરાન કરવા માટે તેમને કોઈ કસર બાકી ન રાખી હતી. કાર્ય શરૂ થતાં જ શિલ્પા શિંદેએ દલીલ કરવાની ચાલુ કરી દીધી હતી. પછી શિલ્પા અને હીનાએ મળીને વિકાસ ગુપ્તાના લોકર માંથી પૈસા ચોરી કર્યા હતા જે તેમને કાર્ય દરમિયાન આપવામાં આવ્યા હતા.

બિગ બોસના ઘરમાં તમને જોવા મળશે કે આકાશ દદલાની સામે બંદગી તેનો બ્રેઇનવોશ કરવાનો પ્રયત્ન કરે છે. બંદગી આકાશને કહે છે કે તેઓ તેના દોસ્ત નથી અને તે તેનો ઉપયોગ ફક્ત તેમને ગેમમાં જીતવા માટે કરી રહ્યા છે. આકાશ પુનિશ સાથે વાત કરતા કહે છે કે તેને બંદગી હવે નથી ગમતી. આ લકઝરી બજેટ ટાસ્ક કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઝગડો કરવામાં સફળ બન્યું હતું જ્યાં અર્શી ખાન અને આકાશ દદલાની પણ રુપયા માટે જગાડતા જોવા મળે છે. બિગ બોસ વિકાસ ગુપ્તાને કન્ફેશન રૂમમાં બોલાવે છે અને તેને કહે છે કે ઘરના લોકોએ એક લક્ઝરી બજેટ કાર્ય કરવું પડશે જેમાં તેને એક ગુપ્ત કાર્ય આપવામાં આવે છે અને જો તે કાર્ય જીતી જાય તો તેને કેપ્ટન બનવા પર રાખેલ પ્રતિબંધ મુક્ત કરવામાં આવશે.