Not Set/ બિહાર ચૂંટણી/ NDA માં મોટાભાગની બેઠકો મામલે સંમત સધાઇ, આજે થઈ શકે છે જાહેર…

એનડીએમાં બેઠક વહેંચણીના મુદ્દાને હલ કરવાની કવાયત બાદ આજે એટલે કે રવિવારે બેઠક વહેંચણીની ઘોષણા કરી શકાય છે તેવી પૂર્ણ સંભાવના જોવામાં આવી રહી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએની સેવા બેસો થી વધુ બેઠકો પર ચિત્ર સાફ થઈ ગયું છે. અઢી ડઝન બેઠકો જ બાકી રહી છે, જેના બંને પક્ષો તરફથી જોરદાર દાવાઓ છે અને તે અંગે […]

Uncategorized
19a0f5d8b8ade4d2b8511ad47995bf59 1 બિહાર ચૂંટણી/ NDA માં મોટાભાગની બેઠકો મામલે સંમત સધાઇ, આજે થઈ શકે છે જાહેર...

એનડીએમાં બેઠક વહેંચણીના મુદ્દાને હલ કરવાની કવાયત બાદ આજે એટલે કે રવિવારે બેઠક વહેંચણીની ઘોષણા કરી શકાય છે તેવી પૂર્ણ સંભાવના જોવામાં આવી રહી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએની સેવા બેસો થી વધુ બેઠકો પર ચિત્ર સાફ થઈ ગયું છે. અઢી ડઝન બેઠકો જ બાકી રહી છે, જેના બંને પક્ષો તરફથી જોરદાર દાવાઓ છે અને તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.

શનિવારે આખો દિવસ બેઠક વહેંચણી પર ચર્ચાઓ ચાલુ હતી. એનડીએના બંને મુખ્ય પક્ષો જેડીયુ-બીજેપીની કોર ટીમના નેતાઓએ બેઠકની વિગતમાં વાત કરતા કહ્યું હતું કે, આ કવાયત પછી, જેડીયુના નેતાઓ તેમના પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે બેઠા હતા અને ત્યારે બિહારના ભાજપના નેતાઓ મોડી રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા.

એનડીએમાં બેઠક વહેંચણીના મુદ્દા પર વાટાઘાટ કરવાની પ્રક્રિયા બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, કે જેઓને ભાજપ દ્વારા બેઠક વહેંચણીના મુદ્દે એનડીએના ઘટદારો સાથે વાતચીત કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તેમના દ્રારા કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી અને સાંસદ રાજીવ રંજન સિંઘ ઉર્ફે લલન સિંહે જેડીયુ તરફે મેદાન સંભાળ્યું હતું.
     
જીતેલી બેઠકોના આધારે ચર્ચા કરવામાં આવી હતી
કાલે મળેલી બેઠક વહેચણી મામલની બેઠકમાં પાછળથી ભાજપના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડો સંજય જયસ્વાલ અને જેડીયુમાંથી સંગઠન જનરલ સેક્રેટરી આરસીપી સિંઘ અને ઉર્જા પ્રધાન બિજેન્દ્ર પ્રસાદ યાદવ પણ જોડાયા હતા. જેડીયુ-ભાજપના નેતાઓએ લગભગ ચાર કલાક ચાલેલી બેઠકમાં એક-એક બેઠક પર ચર્ચા કરી હતી. નેતાઓએ 2010 માં સીટ શેરિંગ અને 2015 માં બેઠકો પર જીતીના આધારે ચર્ચા કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews