Not Set/ બિહાર પોલીસનું સોગંદનામું/ સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપતી હતી રિયા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક નવી વાત સામે આવી છે. છેલ્લા સમાચાર મુજબ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેને તેના ઘરે લઈ ગઈ હતી અને તેને દવાઓનો ઓવરડોઝ આપી રહી હતી. બિહાર પોલીસે રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો છે. બિહાર સરકાર સમક્ષ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રિયા અને […]

Uncategorized
d6ec0984c0954ebfeca36a09f251c644 બિહાર પોલીસનું સોગંદનામું/ સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપતી હતી રિયા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક નવી વાત સામે આવી છે. છેલ્લા સમાચાર મુજબ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેને તેના ઘરે લઈ ગઈ હતી અને તેને દવાઓનો ઓવરડોઝ આપી રહી હતી. બિહાર પોલીસે રિયા ચક્રવર્તી પર આરોપ લગાવ્યો છે. બિહાર સરકાર સમક્ષ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રિયા અને તેના પરિવારજનો સુશાંતના જીવનમાં પૈસાના લોભથી આવ્યા છે.

 જી હા, બિહાર સરકારે રિયા પર આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. બિહાર પોલીસે રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો સુશાંત સિંહ રાજપૂતના સંપર્કમાં આવાનો તેમનો   નાણાં “પડાવી લેવાનો” એકમાત્ર હેતુ ગણાવ્યો હતો. બિહાર પોલીસે એમ પણ કહ્યું કે બાદમાં રિયા અને તેના પરિવારે સુશાંતની માનસિક બિમારીની ખોટી તસ્વીર તૈયાર કરી હતી.

બિહાર પોલીસના વરિષ્ઠ અધિક્ષકએ સુપ્રીમ કોર્ટને આ સોગંદનામામાં જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી સુશાંતને તેના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં  અભિનેતાને દવાઓનો ઓવરડોઝ આપવાની શરૂઆત કરી હતી. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા પર આ આક્ષેપો કર્યા હતા. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંત સાથેની ઝગડો કરીને તેનો તમામ સામાન લઈ ગઈ હતી.

વળી, બિહાર પોલીસે એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસની કોઈ મદદ ન મળી હોવા છતાં, તેમને આ કેસમાં ઘણી વસ્તુઓ મળી છે, જેની તપાસ થઈ શકે છે. બિહાર પોલીસે સુપ્રીમ કોર્ટને સલાહ પણ આપી હતી કે આ કેસ સાથે જોડાયેલી અનેક બાબતો ભારતમાં જુદા જુદા સ્થળોએ ફેલાયેલી હોવાથી સુશાંતના મોતનો કેસ સીબીઆઈને આપવો જોઈએ.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.