Not Set/ બીજેપીએ નલિયા દુષ્કર્મ કેસમાં પોલીસ ચોપડે ચડેલા ચાર કાર્યકર્તાને કર્યા સસ્પેન્ડ

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ કચ્છના નલિયામાં યુવતી સાથે થયેલા સામૂહિક બળત્કારમાં જે ચાર કાર્યકર્તાઓના નામ આવ્યા હતા તે ચારની પક્ષમાથી હકાલપટ્ટી કરી છે. બીજેપી હાલમાં પાટીદાર અને દલિત આંદોલન બાદ જનરાધાર ગુમાવી રહ્યો છે ત્યારે વધુ બદનામી થાય તે પહેલા શાંતિલાલ દેવજીભાઇ સોલંકી,ગોવિંદભાઇ અરજુનદાસ પારૂમલાણી, અજીતભાઇ રામવાણી અને વસંતભાઇ ભાનુશાલીનું નામ પોલીસ ચોપડ ચડતા પક્ષ […]

Uncategorized
rape rep બીજેપીએ નલિયા દુષ્કર્મ કેસમાં પોલીસ ચોપડે ચડેલા ચાર કાર્યકર્તાને કર્યા સસ્પેન્ડ

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ કચ્છના નલિયામાં યુવતી સાથે થયેલા સામૂહિક બળત્કારમાં જે ચાર કાર્યકર્તાઓના નામ આવ્યા હતા તે ચારની પક્ષમાથી હકાલપટ્ટી કરી છે. બીજેપી હાલમાં પાટીદાર અને દલિત આંદોલન બાદ જનરાધાર ગુમાવી રહ્યો છે ત્યારે વધુ બદનામી થાય તે પહેલા શાંતિલાલ દેવજીભાઇ સોલંકી,ગોવિંદભાઇ અરજુનદાસ પારૂમલાણી, અજીતભાઇ રામવાણી અને વસંતભાઇ ભાનુશાલીનું નામ પોલીસ ચોપડ ચડતા પક્ષ દ્વારા ચારેયને સસ્પેન્ડ કરી દીધા છે.

કચ્છ સહિત રાજ્યમાં ચકચાર મચાવી દેનારા નલિયા દુષ્કર્મના 9 આરોપી સામે ફરિયાદ નોંધાયા બાદ 12 દિવસે પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ ધરી લીધી હતી. પોલીસે નખત્રાણાના અશ્વિન ઠક્કર તથા નલિયાના વિનોદભાઇ વિશનજીભાઇ ભીંડે તથા તેના પુત્ર ચેતન ભીંડેને પકડી પાડ્યા હતા.