Not Set/ બેંક કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, 15 ટકા પગારમાં થશે વધારો

  જ્યારે સમગ્ર દેશ કોરોના સંકટમાં લોકડાઉનમાં હતો, ત્યારે કરોડો બેંક કર્મચારીઓ તેમની સંભાળને ધ્યાનમાં લીધા વિના લોકોની સેવા કરવામાં વ્યસ્ત હતા. આવી સ્થિતિમાં દેશનાં કરોડો બેંક કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. ભારતીય બેંક્સ એસોસિએશન અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયંસે બુધવારે એક મોટો કરાર કર્યો છે, ત્યારબાદ બેંક કર્મચારીઓનાં વાર્ષિક પગારમાં 15% નો […]

Business

 

જ્યારે સમગ્ર દેશ કોરોના સંકટમાં લોકડાઉનમાં હતો, ત્યારે કરોડો બેંક કર્મચારીઓ તેમની સંભાળને ધ્યાનમાં લીધા વિના લોકોની સેવા કરવામાં વ્યસ્ત હતા. આવી સ્થિતિમાં દેશનાં કરોડો બેંક કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. ભારતીય બેંક્સ એસોસિએશન અને યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયંસે બુધવારે એક મોટો કરાર કર્યો છે, ત્યારબાદ બેંક કર્મચારીઓનાં વાર્ષિક પગારમાં 15% નો વધારો કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ખાનગી અને જાહેર ક્ષેત્રનાં તમામ બેંક કર્મચારીઓનાં પગાર અને ભથ્થામાં દર વર્ષે 15% વધારો કરવામાં આવશે. આ અંગે આઈબીએ અને યુએફબીએ વચ્ચે સમજૂતી થઈ છે.

આઈબીએ અને યુએફબીએ વચ્ચેનાં કરારથી જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની અને વિદેશી બેંકો સહિત 37 બેંકનાં કર્મચારીઓને લાભ થશે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનનાં જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે અમને આ વાતની જાણ કરવામાં આનંદ થાય છે કે મુંબઈમાં આઈબીએ અને યુએફબીયુ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. જે બેંક કર્મચારીઓ માટે ખૂબ મહત્વનું છે, બંને સંગઠનો મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરાર થયા છે.

આપને જણાવી દઇએ કે, UIEBEA એ UFBU ની જ એક સંસ્થા છે. આઈબીએ એ જે એમઓયુ સાઇન કર્યા છે, તેનો સીધો લાભ લગભગ 10 લાખ બેંક કર્મચારીઓને થશે. આ કરારનો લાભ 1 નવેમ્બર 2017 થી બેંક કર્મચારીઓને મળશે. આઇબીએ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય બેંકનાં ઉચ્ચ અધિકારીઓ અને બેંક કર્મચારી સંગઠન વચ્ચેની બેઠકમાં લેવામાં આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થઈ હતી.

કરારમાં, બંને પક્ષો એ બાબતે સહમત થયા છે કે બેંક કર્મચારીઓનાં પગાર અને ભથ્થાં વગેરેમાં 15% વધારો કરવામાં આવશે, જેનો અમલ 31 માર્ચ 2017 થી કરવામાં આવશે. આ કરાર અંગે બેંકો ઉપર આશરે 7,898 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે. એમઓયુ મુજબ બેંકનાં કર્મચારીઓ અને અધિકારીઓમાં વાર્ષિક પગાર અને ભથ્થાનાં વિતરણ અંગે એક અલગ નિર્ણય લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.