Not Set/ આફ્રિકા-યૂરોપની ટૂરના આયોજકોને મોટો ફટકો, હજારો લોકોએ ટૂર કેન્સલ કરાવી

યૂરોપ અને આફ્રિકાના દેશોમાં ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે. કારણ કે આ દેશોમાં ટૂરનું બુકીંગ કરાવનારા પ્રવાસીઓ ટૂર કેન્સલ કરાવી રહ્યા છે.

Top Stories Business

કોરોનાના નવા ઓમિક્રોન વાયરન્ટે ફરી ટૂર ઓપરેટરોને મોટો ફટકો પહોંચાડ્યો છે. ખાસ કરીને યૂરોપ અને આફ્રિકાના દેશોમાં ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે. કારણ કે આ દેશોમાં ટૂરનું બુકીંગ કરાવનારા પ્રવાસીઓ ટૂર કેન્સલ કરાવી રહ્યા છે.

  • ઓમિક્રોનને પગલે કેન્સલ કરાવાઇ રહી છે ટૂર
  • દ.ગુજરાતમાં 25 હજાર લોકોએ ટૂર કેન્સલ કરાવી
  • દ.ગુજરાતમાં 35 કરોડની રૂપિયાની ટુર કેન્સલ થઇ

કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટની સીધી અસર વિદેશની ટૂરનું આયોજન કરતા ઓપરેટરોને થઇ છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટો ફટકો પડ્યો છે. એકલા દક્ષિણ ગુજરાતમાં જ 25 હજાર લોકોએ ટુર પેકેજ કેન્સલ કરાવ્યા છે. આ કેન્સલ કરાવાયેલા ટુર પેકેજની કિંમત 35 કરોડની થવા જાય છે.  કુલ 1250 જેટલા ટૂર પેકેજ કેન્સલ થયા છે.  જે ટૂર પેકેજ કેન્સલ થયા તેમાંથી મોટાભાગના યુરોપના હતા. અને મોટાભાગના હનીમૂન પેકેજ હતા.

ટૂર ઓપરેટરો પાસે  યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા દેશોની ટૂરના પેકેજ હોય છે.  આ પેકેજ  અઢી લાખ રૂપિયાથી શરૂ થતા હોય છે જ્યારે સાઉથ આફ્રિકામાં ઘાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા દેશોના ટુર્સ પેકેજ હોય છે.  આ ટૂર પેકેજ રૂ. 1 લાખથી શરૂ થતા હોય છે. હવે આ સ્થળો પર ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે.  યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈને પરત આવી રહ્યા છે.

સુરતથી હીરાના વેપારીઓ પણ વેપાર અર્થે યૂરોપ સહિતના દેશોમાં જતા હોય છે.  આવા વેપારીઓ પણ વર્તમાન સ્થિતિને જોતા ટૂર કેન્સલ કરાવી રહ્યા છે.

National / પોલીસકર્મીઓને બેંક લોન આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ? નાણામંત્રીએ આપ્યો આવો જવાબ

વડોદરા / કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

ગાંધીનગર / ધારાસભ્યો માટે બનશે આધુનિક નિવાસ સ્થાન

હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે

હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત