વડોદરા/ કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

કરજણના ના.મામલતદાર જે.ડી.પરમાર લાંચ લેતાં પકડાયા છે. ગાડીના બીલ પાસ કરાવવા માટે ના.મામલતદારે 20 હજારની લાંચ માંગી હતી

Gujarat Others

વર્ષે લાખો રૂપિયાનો પગાર પાડતા સરકારી અધિકારીઓનાં પેટ જ્યાં સુધી ઉપરની મલાઈ ના ખાય ત્યાં સુધી ખાલી જ રહે છે. નાના મોટા સરકારી કામ માટે આવતા સામાન્ય જનતા પાસેથી લાંચ સ્વરૂપે મલાઈ ખાવાનું ચુકતા નથી. અને હાલમાં લોકો પણ લાંચ વિરોધી કાયદાને લઈ જાગૃત બન્યા છે. ત્યારે અવારનવાર આવા લાંચિયા સરકારી અધિકારીઓએ ACB ની ઝપટે ચઢતા હોય છે.

હાલમાં જ કરજણના લાંચિયા નાયબ મામલતદાર આવા જ એક કિસ્સામાં ઝડપાયા છે. કરજણના ના.મામલતદાર જે.ડી.પરમાર લાંચ લેતાં પકડાયા છે. ગાડીના બીલ પાસ કરાવવા માટે ના.મામલતદારે 20 હજારની લાંચ માંગી હતી. 5 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા છે. એક વ્યક્તિએ વિધાનસભાની પેટા ચુંટણીમાં પોતાની ગાડી ભાડે હતી. અને વિ.સભા પેટાચૂંટણીમાં મુકેલ ગાડીનું બીલ પાસ કરાવવા લાંચ લીધી હતી.

ગાંધીનગર / ધારાસભ્યો માટે બનશે આધુનિક નિવાસ સ્થાન

હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે

હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત