Not Set/ બેટ્સમેન સમજ્યો વાઇડ બોલ અને પાછળથી ઉડી ગઇ ગિલ્લી, જુઓ વીડિયો

  સોશિયલ મીડિયા પર ક્રિકેટનાં વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ક્રિકેટ જેવી રમતમાં કંઇપણ થઈ શકે છે. પૂર્વ ક્રિકેટર અને ટીકાકાર આકાશ ચોપડાએ સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટનો વીડિયો શેર કર્યો છે. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બોલરે એવા પ્રકારનો બોલ ફેંક્યો, કે જેને જોઈને બેટ્સમેન પણ […]

Uncategorized
ded75efabb72556c4ed81a70e6250445 બેટ્સમેન સમજ્યો વાઇડ બોલ અને પાછળથી ઉડી ગઇ ગિલ્લી, જુઓ વીડિયો

 

સોશિયલ મીડિયા પર ક્રિકેટનાં વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ક્રિકેટ જેવી રમતમાં કંઇપણ થઈ શકે છે. પૂર્વ ક્રિકેટર અને ટીકાકાર આકાશ ચોપડાએ સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટનો વીડિયો શેર કર્યો છે. જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બોલરે એવા પ્રકારનો બોલ ફેંક્યો, કે જેને જોઈને બેટ્સમેન પણ ચોંકી ગયો હતો. બોલરે વાઇડ બોલ ફેંક્યો, પરંતુ બેટ્સમેને જેવો આ વીડિયો છોડ્યો કે પાછળથી તેની ગીલ્લીઓ ઉડી ગઇ હતી. આઉટ થયા બાદ બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આકાશ ચોપરાએ 2 દિવસ પહેલા આ વીડિયો શેર કર્યો હતો. જેણે અત્યાર સુધીમાં ઘણા બધા વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બોલર બહારની તરફ બોલિંગ કરે છે. બેટ્સમેન તેને વાઇડ સમજે છે અને તેને જવા દે છે, અને ત્યારે જ બોલ ટર્ન લે છે અને મિડલ સ્ટમ્પ ઉડી જાય છે. બેટ્સમેન જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વળી બોલર બાકીનાં ખેલાડીઓ સાથે ઉજવણી કરતો જોવા મળે છે.

View this post on Instagram

#Aakashvani #feelitreelit #feelkaroreelkaro

A post shared by Aakash Chopra (@cricketaakash) on

વીડિયોને શેર કરતાં આકાશ ચોપરાએ કેપ્શનમાં લખ્યું કે, ‘આ કેટલી શાનદાર ડિલિવરી હતી.આ વીડિયો સ્થાનિક ટૂર્નામેન્ટનો કહેવામાં આવી રહ્યો છે. ક્રિકેટ ટેનિસ બોલથી રમવામાં આવી હતી. આકાશ ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ક્રિકેટનાં ફની વીડિયો પોસ્ટ કરતા રહે છે. આ વખતે પણ, તેમણે એક સરસ વીડિયો શેર કરીને ટિપ્પણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.