Not Set/ બે રિયર કેમેરાવાળો લેટેસ્ટ ફોન , જાણો કંપની અને ખાસીયતો

Samsung Galaxy J7+ કંપનીએ લોંચ કરી દીધો છે. કંપનીએ પોતાની મોસ્ટ સેલ સિરિઝ J7નું અપગ્રેડ વર્ઝન J7+ થાઇલેન્ડ ખાતે લોન્ચ કર્યો છે.  આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના બે સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. તેની કિંમત 12,900 બાટ રાખવામાં આવી હતી. જે ભારતીય રૂપિયામાં 25000 રૂ. જેટલી થાય છે. પ્રી-ઓર્ડરની અંતિમ તારીખ 17 […]

Tech & Auto
download 6 બે રિયર કેમેરાવાળો લેટેસ્ટ ફોન , જાણો કંપની અને ખાસીયતો

Samsung Galaxy J7+ કંપનીએ લોંચ કરી દીધો છે. કંપનીએ પોતાની મોસ્ટ સેલ સિરિઝ J7નું અપગ્રેડ વર્ઝન J7+ થાઇલેન્ડ ખાતે લોન્ચ કર્યો છે.  આ ફોનમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના બે સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. તેની કિંમત 12,900 બાટ રાખવામાં આવી હતી. જે ભારતીય રૂપિયામાં 25000 રૂ. જેટલી થાય છે. પ્રી-ઓર્ડરની અંતિમ તારીખ 17 સપ્ટેમ્બર છે. આ ફોન ક્યારથી મળતો થશે એ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી.

ખાસિયત?

ફોનમાં 4 GB રેમ અને 32 GB ઇન્ટરનલ મેમરી છે. મેમરીને માઇક્રો SD કાર્ડ દ્વારા એક્સ્ટર્નલ મેમરીને 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 2.4 ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર મીડિયાટેક હીલીયો P20 પ્રોસેસર છે. આ ફોનમાં 5.5 ફૂલ HD સુપર MOLED ડિસ્પ્લે છે તેમજ બોડી એન્યુમિનિયમની છે. આ ફોન એન્ડ્રોઇડ 7.0 નૂગા પર ચાલે છે.

ફોનમાં 1.7 અપાર્ચર અને ફ્લેશ સાથે 13 મેગાપિક્સલ અને 1.9 અપાર્ચર સાથે 5 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો ચેટ માટે 1.9 અપાર્ચર સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. તેમજ ફોનના હોમ બટનમાં જ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.