Not Set/ બોટાદ/ ઉતાવળી નદીમાં 16 દિવસ પૂર્વે તણાયેલ યુવકની આજે તરતી લાશ મળી

ગુજરાતભરમાં હાલ બારે મેધ ખાંગાની સ્થિતિ જોવામાં આવી રહી છે અને બોટાદ જીલ્લામાં મેધાની વિશેષ મહેર કે કહી શકાય કે કહેર જોવામાં આવી રહ્યો છે. જીલ્લામાં અવિરત વરસાદથી જીલ્લાભરની તમામ નદીઓ બે કાંઠા બહેર ચાલી રહી છે. ગઢડામાં ઘેલા નદી ગાંડીતૂર છે તો જીલ્લાની અનેક નદીઓ કાંઠા બાર નીકળી વહી રહી છે. બોટાદ જીલ્લાનાં બરવાળાનાં કુંડળ […]

Gujarat Others

ગુજરાતભરમાં હાલ બારે મેધ ખાંગાની સ્થિતિ જોવામાં આવી રહી છે અને બોટાદ જીલ્લામાં મેધાની વિશેષ મહેર કે કહી શકાય કે કહેર જોવામાં આવી રહ્યો છે. જીલ્લામાં અવિરત વરસાદથી જીલ્લાભરની તમામ નદીઓ બે કાંઠા બહેર ચાલી રહી છે. ગઢડામાં ઘેલા નદી ગાંડીતૂર છે તો જીલ્લાની અનેક નદીઓ કાંઠા બાર નીકળી વહી રહી છે. બોટાદ જીલ્લાનાં બરવાળાનાં કુંડળ ગામની ઉતાવળી નદીમાં થોડા દિવસો પૂર્વે વરસાદી પાણીમાં યુવક તરણાયો હતો. વિચીત્ર કહી શકાય તેવી રીતે 16 દિવસ પહેલા તણાયેલ પુરુષની લાશ હાલ નદીમાંથી તરતી મળી આવી છે. જી હા, ખાંભડા અને ગુંદા ડેમમાંથી પાણી છોડતા મૃતદેહ તણાઇ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews