Not Set/ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને થર્ડ સ્ટેજનું લંગ કેન્સર

  બોલિવૂડનાં ખલનાયક કહેવાતા અભિનેતા સંજય દત્તને ત્રીજા તબક્કાનાં ફેફસાનું કેન્સર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંજય દત્તને ફેફસાનાં કેન્સર વિશે માહિતી મળી છે. જણાવી દઈએ કે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને 8 મી ઓગસ્ટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનો કોવિડ-19 ટેસ્ટ થયો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. […]

Uncategorized
44273aa5aa2eb2fe35961ebf10014b9f બોલિવૂડ અભિનેતા સંજય દત્તને થર્ડ સ્ટેજનું લંગ કેન્સર
 

બોલિવૂડનાં ખલનાયક કહેવાતા અભિનેતા સંજય દત્તને ત્રીજા તબક્કાનાં ફેફસાનું કેન્સર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સંજય દત્તને ફેફસાનાં કેન્સર વિશે માહિતી મળી છે. જણાવી દઈએ કે છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને 8 મી ઓગસ્ટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનો કોવિડ-19 ટેસ્ટ થયો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

લીલીવતી હોસ્પિટલમાં દાખલ થયા બાદ સંજય દત્તનું બોડી ચેકઅપ કરવામાં આવ્યુ હતુ, જેનો રિપોર્ટ મંગળવારે આવ્યો હતો. જેમા એવું જાણવા મળ્યું કે તેમને ત્રીજા તબક્કાનાં ફેફસાનું કેન્સર છે. 11 ઓગસ્ટની સાંજે સંજય દત્તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું છે કે તે સારવાર માટે હવે કામ (ફિલ્મો) માંથી બ્રેક લઈ રહ્યા છે. સંજય દત્તે મંગળવારે જાહેરાત કરી કે તેમની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓમાંથી થોડો સમય દૂર રહેશે. તેમણે તેમના શુભેચ્છકોને તેમના આરોગ્ય વિશે અનુમાન ન કરવા વિનંતી કરી હતી.

દત્તે ટ્વિટર પર એક નિવેદનમાં લખ્યું છે કે, તે લોકોનાં પ્રેમ અને સપોર્ટથી ટૂંક સમયમાં પરત ફરશે. તેમણે કહ્યું, ‘હું થોડી સારવાર માટે કામથી થોડો વિરામ લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે અને હું મારા શુભેચ્છકોને અપીલ કરું છું કે ચિંતા ન કરો અને બિનજરૂરી અટકળો ન લગાવો. હું તમારા પ્રેમ અને શુભેચ્છાઓથી ટૂંક સમયમાં પાછો આવીશ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.