Not Set/ બ્રાઝિલમાં કોરોના બન્યો બેકાબુ, ઈટાલીને પાછળ છોડી આ દેશમાં મોતની સંખ્યાનો આંક પહોંચ્યો…

કોરોના વાયરસ વિશ્વમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકોનો જીવ લઇ રહ્યો છે. સમગ્ર માનવજાત આ સંકટને પહોંચી વળવા કોઇને કોઇ પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજુ સુધી આ વાયરસનો કોઇ તોડ આપણી સમક્ષ સામે આવ્યો નથી. આ વચ્ચે સમગ્ર વિશ્વમાં દરરોજ એક લાખ નવા દર્દીઓ બહાર આવી રહ્યા છે. દરમિયાન, કોરોના વાયરસ અમેરિકા બાદ બ્રાઝીલ […]

World
e2c778044267d836b053491712441be0 બ્રાઝિલમાં કોરોના બન્યો બેકાબુ, ઈટાલીને પાછળ છોડી આ દેશમાં મોતની સંખ્યાનો આંક પહોંચ્યો...

કોરોના વાયરસ વિશ્વમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકોનો જીવ લઇ રહ્યો છે. સમગ્ર માનવજાત આ સંકટને પહોંચી વળવા કોઇને કોઇ પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજુ સુધી આ વાયરસનો કોઇ તોડ આપણી સમક્ષ સામે આવ્યો નથી. આ વચ્ચે સમગ્ર વિશ્વમાં દરરોજ એક લાખ નવા દર્દીઓ બહાર આવી રહ્યા છે. દરમિયાન, કોરોના વાયરસ અમેરિકા બાદ બ્રાઝીલ માટે એક મોટો પડકાર બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં, બ્રાઝિલમાં આ વાયરસથી 1,473 લોકો મૃત્યુ પામ્યા છે, આ સાથે, બ્રાઝિલમાં 34 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના વાયરસથી મૃત્યુનાં મામલે બ્રાઝિલે હવે ઇટાલીને પાછળ છોડી દીધું છે. કોરોના સંકટની શરૂઆતમાં, ઇટાલીની પરિસ્થિતિ વધુને વધુ બેકાબૂ બની હતી, જ્યાં હવે બધું ઠીક છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કુલ 34,021 મોત થયા છે, જ્યારે ઇટાલીમાં 33,689 લોકો મૃત્યુ પામ્યા છે. યુ.એસ. હજી મૃત્યુનાં આકડામાં મોખરે છે, જ્યાં એક લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે યુકે બીજા સ્થાને છે જ્યાં આશરે 40 હજાર લોકો આ વાયરસનો શિકાર બન્યા છે.

બ્રાઝિલ માટે સમસ્યા એ છે કે ત્યાં કરવામાં આવેલા ટેસ્ટની સંખ્યામાં લગભગ 60 ટકા લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. અત્યાર સુધીમાં, બ્રાઝિલમાં 1.25 લાખ ટેસ્ટ થયા છે, જ્યારે દર્દીઓની સંખ્યા 6 લાખને પાર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.