લંડન: બ્રિટેનની જાણીતી શાળાઓ પૈકીની એક શાળાએ મુસ્લિમ બાળકોના હિજાબ પહેરવા અને રોઝા રાખવા પર પ્રતિબંધની માંગ કરી છે. પશ્ચિમ લંડનના ન્યુહેમ સ્થિત સેન્ટ સ્ટીફન સ્કુલે વર્ષ ૨૦૧૬માં આઠ વર્ષથી નાની ઉંમરની બાળકીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો.
એટલુ જ નહીં સ્કુલે સપ્ટેમ્બર ૨૦૧૮માં આ વય મર્યાદા વધારીને ૧૧ વર્ષ કરવાની યોજના બનાવી છે. એટલે કે ૧૧ વર્ષથી નાની ઉંમરની બાળકીઓના હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકાશે. સ્કુલે પોતાના કેમ્પસમાં રમજાન મહિના દરમિયાન રોઝા રાખવા પર પણ કડક નિયમ લાદ્યા છે. આ શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મૂળના છે. સ્કુલનુ સંચાલન ભારતીય મૂળના નીના લાલ કરે છે.
સ્કુલ ઇચ્છે છે કે માતા-પિતાની વિરોધાત્મક પ્રતિક્રિયાને રોકવા માટે સરકાર સ્પષ્ટ નિયમો જાહેર કરે. સ્કુલનુ કહેવુ છે કે અમે જે પ્રકારના પ્રતિબંધ મુક્યા છે તેની સામે વાલીઓ દ્વારા અવાર નવાર પ્રદર્શન કરવામાં આવે છે. પરંતુ તેમના આ વિરોધ પ્રદર્શનને રોકવા માટે સરકારે કડક નિયમ જાહેર કરવા જરુરી છે. સ્ટીફન સ્કુલના ગવર્નર આરીફ કવિએ જણાવ્યુ હતું કે, હવે સમય આવી ગયો છે કે સરકાર આ દિશામાં નક્કર પગલા સાથે આગળ વધે. દરેક શાળાને શાળા માટે સરકારે નિયમ તૈયાર કરવા પડશે કે રોઝા કઈ રીતે રાખવા. તેમજ આજ વસ્તુ હિજાબ માટે પણ લાગુ કરવામાં આવે
